25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સલમાન ખાને સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ સાથે શેર કરેલા ફોટામાં એવું તો શું જોવા મળ્યું કે લોકો ટ્રોલ કરવા લાગ્યા

બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરરોજ તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે રસપ્રદ પોસ્ટ શેર કરતા જોવા મળે છે. ત્યારે આવા સમયે તેણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ સાથે ફોટો શેર કરીને ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી હતી. આ ફોટા દ્વ

salman khan
બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે દરરોજ તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે રસપ્રદ પોસ્ટ શેર કરતા જોવા મળે છે. ત્યારે આવા સમયે તેણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ સાથે ફોટો શેર કરીને ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી હતી. આ ફોટા દ્વારા સલમાને મીરાબાઈને શુભેચ્છા પાઠવી છે પરંતુ આ ફોટામાં જોવા મળતા કાળા હરણના મામલે ઘણા લોકો સલમાનને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.

સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ સાથે કેમેરા સામે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. સલમાન અને મીરાબાઈની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સલમાન અને મીરાબાઈના ચાહકો આ પોસ્ટ પર કોમેન્ટ કરીને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. 

આ ફોટો શેર કરતા સલમાન ખાને કેપ્શનમાં લખ્યું - 'હું તમારા સિલ્વર મેડલ જીતવા પર ખૂબ ખુશ છું મીરાબાઈ ચાનુ ... તમને મળીને આનંદ થયો ... ખુબ શુભેચ્છાઓ'. સલમાનની આ પોસ્ટ પર અનેક સેલિબ્રિટીઝની પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે.

સલમાન ખાનના આ ફોટા પર એક તરફ સકારાત્મકતા જોવા મળી રહી છે જ્યારે બીજી બાજુ ઘણા લોકો તેને ટ્રોલ કરતા પણ જોવા મળે છે. સલમાનના કપડાં પર કાળા હરણની તસવીર દેખાય છે. જેના કારણે ઘણા લોકો ટિપ્પણીઓમાં તેની મજાક ઉડાવતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું -'કાળુ હરણ અને તે પણ મફલર પર' જ્યારે અન્ય યુઝરે લખ્યું - 'હરણ શેતાનની પાછળ અને શેતાન હરણની પાછળ...’

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments