25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

શું પૃથ્વી પર પ્રલય આવવાનો સમય કયારનોય પાકી ગયો છે ?

સદીઓથી માનવજાત પ્રલયની કલ્પના કરતી આવી છે. ધાર્મિક પુસ્તકોમાં પણ જુદા જુદા સંદર્ભોને પાપ પૂણ્ય સાથે જોડીને પ્રલયનો ઉલ્લેખ જોવા મળે છે.આમ જોવા જઇએ તો જે સજીવ કે નિર્જીવ વસ્તુનું નિર્માણ થાય છે તે સાસ્વત નથી તેનો એકને એક દિવસ વિનાશ જરુર થાય છે. હોલીવુડમાં પ્રલય પર આધારિત અનેક ફિલ્મો બની

માનવજાત , પ્રલય, પૃથ્વી , જીવ સૃષ્ટિ, ધૂમકેતુ
દર ૨.૭ કરોડ વર્ષમાં પૃથ્વી પર એક વાર પ્રલય આવે છે.
સદીઓથી માનવજાત પ્રલયની કલ્પના કરતી આવી છે. ધાર્મિક પુસ્તકોમાં પણ જુદા જુદા સંદર્ભોને પાપ પૂણ્ય સાથે જોડીને પ્રલયનો ઉલ્લેખ જોવા મળે છે.આમ જોવા જઇએ તો જે સજીવ કે નિર્જીવ વસ્તુનું નિર્માણ થાય છે તે સાસ્વત નથી તેનો એકને એક દિવસ વિનાશ જરુર થાય છે. હોલીવુડમાં પ્રલય પર આધારિત અનેક ફિલ્મો બની છે પરંતુ વિજ્ઞાાનની એરણ પર ચકાસવામાં આવે તો પણ કેટલાક વિજ્ઞાાનીઓનું માનવું છે કે પૃથ્વી પરના પ્રલયનું આંકલન કરી શકાય છે. સામાન્ય રીતે એવું ધ્યાનમાં આવ્યું છે કે પૃથ્વી પર ૨.૭ કરોડ વર્ષમાં એક વાર ભીષણ વિનાશકારી ઘટના બને છે.
 
છેલ્લે ૬ કરોડ વર્ષ પહેલા કદાંચ એક એસ્ટરોઇડ કે ધૂમકેતુ પૃથ્વી પર પડવાથી ડાયનાસોર જેવા વિરાળ કદના પ્રાણીઓની પ્રજાતિઓનો નાશ થયો હતો. એ રીતે જોવામાં આવે તો પ્રલય (હોલોકોસ્ટ)નો સમય કયારનોય પસાર થઇ ગયો છે. ન્યૂર્યોક યૂનિવર્સિટીના પ્રોફેસર અને સ્ટડી લેખક માઇકલ રેમ્પીનોનું માનવું છે કે ૨.૭ કરોડ દરમિયાન ખૂબ મોટી વિનાશકારી ઘટના પાતાળ કે આકાશમાંથી ઉદભવે છે. પાતાળમાંથી લાવા અને આકાશમાંથી ધૂમકેતુએ સૌથી મોટા ઓબ્જેકટ ગણી શકાય છે.

નવા સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ મુજબ અમેરિકાના સંશોધકોના ધ્યાનમાં આવ્યું છે કે પૃથ્વી પરની સમગ્ર જીવ સૃષ્ટિનો ખાતમો બોલાવનારા ધૂમકેતુઓ ૨.૬ થી ૩ કરોડ વર્ષ દરમિયાન ગેલેકસી પાસેથી પસાર થાય છે.જો આ ધૂમકેતું પૃથ્વી સાથે ટકરાય તો સમગ્ર દુનિયામાં અંધકાર,જંગલોમાં આગ અને એસિડ વરસાદ થાય છે. જમીન અને દરિયામાં રહેતા જીવો અચાનક જ મરવા લાગે છે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે જયારે પૃથ્વી પરથી લાવા બહાર નિકળ્યો ત્યારે જમીન અને પાણી પર એક સાથે વિનાશ થયો હતો. આકાશ ગંગામાં આપણો ગ્રહ જે રીતે ચકકર લગાવી રહયો છે તે જોતા ખતરો મંડાયેલો જ રહે છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments