25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

માત્ર દાંતથી જ ઉઠાવી લીધી ટેબલ સહિત તેના પર બેઠેલી છોકરીને!

શું કોઇ વ્યક્તિના દાંત અને જડબું એટલું મજબૂત હોઇ શકે છે કે તે પોતાના દાંતથી એક મોટું ટેબલ ઉઠાવી શકે છે? આટલું જ નહીં ટેબલ પર એક છોકરીને પણ બેસાડીને આખું ટેબલ માત્ર પોતાના દાંતથી જ ઉઠાવીને ચાલવા લાગે તો તે સાંભળીને ચોક્કસ નવાઇ લાગશે. પરંતુ આ તદ્દન સાચું છે. સ્પેનના મેડ્રિડમાં ફેબ્રુઆરી 2008

શું કોઇ વ્યક્તિના દાંત અને જડબું એટલું મજબૂત હોઇ શકે છે કે તે પોતાના દાંતથી એક મોટું ટેબલ ઉઠાવી શકે છે? આટલું જ નહીં ટેબલ પર એક છોકરીને પણ બેસાડીને આખું ટેબલ માત્ર પોતાના દાંતથી જ ઉઠાવીને ચાલવા લાગે તો તે સાંભળીને ચોક્કસ નવાઇ લાગશે. પરંતુ આ તદ્દન સાચું છે. સ્પેનના મેડ્રિડમાં ફેબ્રુઆરી 2008માં બનાવવામાં આવેલ આ વિશ્વ રેકોર્ડ ઘણો અજીબ છે. 

કોઇ ટેબલને હાથથી ઉઠાવવું પણ મુશ્કેલીભર્યુ હોય છે. મોટાભાગે પોતાના ઘરના ટેબલને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં બે લોકોની જરૂર પડતી હોય છે પરંતુ જૉર્જેસ ક્રિસ્ટન નામના એક વ્યક્તિએ 12 કિલો વજનનાં ટેબલ પર 50 કિલોની યુવતીને બેસાડીને ટેબલને માત્ર પોતાના દાંતથી જ ઉઠાવી લે છે. ક્રિસ્ટન યૂરોપના દેશ લક્ઝમબર્ગની રાજધાની લક્ઝમબર્ગ સિટીમાં રહે છે. 


જોર્જેસ ક્રિસ્ટને ન માત્ર પોતાના દાંતથી ટેબલને ઉઠાવ્યું પરંતુ 11.80 મીટર એટલે કે 38 ફૂટ 8 ઇંચ સુધી ચાલીને પણ ગયો. સ્પેનમાં આયોજિત આ શો ને 'લો શો દેઇ રેકોર્ડ' કહેવામાં આવ્યો છે, જે ગિનીજ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પણ ક્રિસ્ટનનો રેકોર્ડ નોંધાઇ ચુક્યો છે. તેમણે કુલ 62 કિલો વજનને પોતાના દાંતથી ઉઠાવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ હૈમર હેડમેન તેમજ ખતરનાક સ્ટંટના બાદશાહ ધર્મેન્દ્ર નામના વ્યક્તિએ પોતાના દાંતની મજબૂતી દર્શાવતાં ઇતિહાસ રચી દીધો હતો. બિહારના કૈમૂર જિલ્લામાં રહેતાં ધર્મેન્દ્રે એક મિનિટમાં દાંતની મદદથી 15 લોખંડના સળિયા વાળીને અમેરિકાનો રેકૉર્ડ બ્રેક કર્યો હતો.. આ પહેલાં પણ તેમણે માથાથી લોખંડના સળિયા વાળીને ગિનીજ બુક ઑફ રેકોર્ડમાં પોતાનું સ્થાન હાંસલ કરીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરાવ્યો હતો. 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments