25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.

કચ્છમાં આજે સવારે આશરે 9.46 કલાકની આસપાસ 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયુ. ગઈ કાલે રાત્રે પણ ભચાઉમાં 2.19 વાગ્યે આંચકો આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.2 ની તીવ્રતા નોંધાઇ હતી. જેનું ભચાઉથી 12 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિ

કચ્છ, વધુ તીવ્રતા , ભચાઉ,  ગુજરાત,  ભૂકંપ
ખાવડાથી 26 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયુ.
કચ્છમાં આજે સવારે આશરે 9.46 કલાકની આસપાસ 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયુ. ગઈ કાલે રાત્રે પણ ભચાઉમાં 2.19 વાગ્યે આંચકો આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.2 ની તીવ્રતા નોંધાઇ હતી. જેનું ભચાઉથી 12 કિમી દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

ખાવડાથી ઇસ્ટથી સાઉથ ઇસ્ટ તરફ 26 કિમી ભૂકંપનું કેન્દ્રબિંદુ જોવા મળ્યું છે. ભૂકંપની તીવ્રતા 4 રિક્ટર સ્કેલ ઉપરની હોવાથી કચ્છનાં મોટાભાગના વિસ્તારોમાં આ આંચકાનો અનુભવ થયો છે. ખાવડામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાને કારણે આની અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ થઇ હતી.

સૌથી વધુ તીવ્રતા કચ્છ, ભૂજના વિસ્તારમાં નોંધાઇ હતી. આ ભૂકંપના કારણે લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા પરંતુ સદ્નસીબે, હજી કોઇ મોટી જાનહાનિના સમાચાર મળ્યા નથી.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments