25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

આમિર ખાનની પુત્રી ઇરા માનસિક રીતે પીડિત લોકોની મદદ કરશે.

માનિસક બીમારીને આપણા દેશમાં સ્પષ્ટતાથી વાત કરવામાં આવતી નથી. બોલીવૂડના મિસ્ટર પરફેકનિસ્ટ આમિર ખાનની પુત્રી આ બીમારીના દરદીઓની વહારે આવવાની છે. આ માટે તે ૨૫ કર્મચારીઓ પણ રાખવાની છે. ઉલ્લેખનીય છે કે,ઇરા પોતે પણ માનસિક બીમારીનો ભોગ બની હતી. તે પણ ડિપ્રેશનમાંથી પસાર થઇ છે. ગયા વરસે તેણે મ

માનિસક બીમારી, આમિર ખાન, પુત્રી , ઇરા , સોશિયલ મીડિયા
તે ક્લિનિકલ ડિપ્રેશનથી પીડાતી હતી.

માનિસક બીમારીને આપણા દેશમાં સ્પષ્ટતાથી વાત કરવામાં આવતી નથી. બોલીવૂડના મિસ્ટર પરફેકનિસ્ટ આમિર ખાનની પુત્રી આ બીમારીના દરદીઓની વહારે આવવાની છે. આ માટે તે ૨૫ કર્મચારીઓ પણ રાખવાની છે. 


ઉલ્લેખનીય છે કે,ઇરા પોતે પણ માનસિક બીમારીનો ભોગ બની હતી. તે પણ ડિપ્રેશનમાંથી પસાર થઇ છે. ગયા વરસે તેણે મેન્ટલ હેલ્થ ડેના દિવસે એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, તે ક્લિનિકલ ડિપ્રેશનથી પીડાતી હતી. 


ઇરા એ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે કે, મેન્ટલ હેલ્થનો ભોગ બનેલા લોકોને મદદ કરવાની મારી ઇચ્છા છે. આ માટે મને ૨૫ જણાની એક ટીમની જરૂર પડશે. આ લોકોએ ઇન્ટર્નશિપ કરવી પડશે જેના માટે હું દરેકને પાંચ-પાંચ હજાર રૂપિયા સેલરી તરીકે આપીશ.


આ લોકોએ ટેલિફોન અને ઇમેલ દ્વારા લોકોના સંપર્કમાં રહેવું પડશે. આઠ કલાક તેમણે કામ કરવાની તૈયારી દાખવવી પડશે.જો કોઇને એક-બે કલાક મફતમાં એટલે કે વોલિન્ટિયરી આ કામ કરવું હોય તો તે પણ અરજી કરી શકે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments