25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

અભિષેક બચ્ચને આટલા કરોડમાં વેચ્યો વિશાળ એપાર્ટમેન્ટ, કિંમત જાણીને તમારા પણ હોશ ઉડી જશે

બોલિવૂડ સેલિબ્રિટીઝના ઘરો વિશે ચાહકોમાં હંમેશા ઉત્સુકતા રહે છે. ઘણાં સેલિબ્રિટીઝ કરોડોની કિંમતના બંગલામાં રહે છે અને કેટલાક સેલિબ્રિટીઝ પેન્ટહાઉસના માલિક છે. પ્રોપર્ટી સી-ફેસિંગ એટલે કે જ્યાંથી સમુદ્રનો નજારો જોવા મળે, પછી તો કંઈ કહેવાનું જ ના આવે... પરંતુુ સેલિબ્રિટીઝ માત્ર મિલકત

Abhishek Bachchan , Abhishek Bachchannews, Abhishek Bachchan Apartment, apartment
બોલિવૂડ સેલિબ્રિટીઝના ઘરો વિશે ચાહકોમાં હંમેશા ઉત્સુકતા રહે છે. ઘણાં સેલિબ્રિટીઝ કરોડોની કિંમતના બંગલામાં રહે છે અને કેટલાક સેલિબ્રિટીઝ પેન્ટહાઉસના માલિક છે. પ્રોપર્ટી સી-ફેસિંગ એટલે કે જ્યાંથી સમુદ્રનો નજારો જોવા મળે, પછી તો કંઈ કહેવાનું જ ના આવે... પરંતુુ સેલિબ્રિટીઝ માત્ર મિલકત ખરીદતા નથી તેઓ તેને વેચે પણ છે. હાલમાં અભિષેક બચ્ચન એક વિશાળ એપાર્ટમેન્ટ વેચવા અંગે ચર્ચામાં છે. અભિષેકે જે એપાર્ટમેન્ટ વેચ્યો છે તેની કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો.

મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર, અભિષેકે ઓબેરોય 360 વેસ્ટમાં આ એપાર્ટમેન્ટ 45.75 કરોડ રૂપિયામાં વેચ્યો છે. રિપોર્ટ અનુસાર મળતી માહિતીમાં તેણે આ એપાર્ટમેન્ટ 2014 માં 41 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આ બિલ્ડિંગમાં અક્ષય કુમાર અને શાહિદ કપૂરના પણ એપાર્ટમેન્ટ છે.

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને મુંબઈના અંધેરી વિસ્તારમાં ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. જેની કિંમત જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આ એપાર્ટમેન્ટ ખરીદવામાં અમિતાભે એટલી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી કે તે રકમમાં બીજો નાનો ફ્લેટ ખરીદી શકાય છે.

તમને જણાવી દઈએ કે, પ્રોપર્ટી વેબસાઈટ Zapkey.com એ મે મહિનામાં અહેવાલ આપ્યો હતો કે અમિતાભ બચ્ચને અંધેરી વિસ્તારમાં અન્ડર કન્સ્ટ્રક્શન એટલાન્ટિસ પ્રોજેક્ટમાં 5184 ચોરસ ફૂટનું ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. જેની કિંમત 31 કરોડ રૂપિયા છે અને 62 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ સોદો ગયા વર્ષે ડિસેમ્બરમાં કરવામાં આવ્યો હતો. 

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર સની લિયોન અને આનંદ એલ રાયે પણ આ પ્રોજેક્ટમાં પ્રોપર્ટી ખરીદી છે. સની લિયોને 4365 ચોરસ ફૂટના એપાર્ટમેન્ટ માટે 16 કરોડ ચૂકવ્યા છે અને આનંદ એલ રાયના એપાર્ટમેન્ટની કિંમત 25 કરોડ છે.

બચ્ચન પરિવારમાં આ પ્રોપર્ટી સિવાય મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલ પ્રતીક્ષા બંગલો ફિલ્મ પ્રેમીઓ માટે એક પ્રતિષ્ઠિત બંગલો માનવામાં આવે છે. આ સિવાય તેમના બીજા ત્રણ બંગલા છે જેમના નામ વત્સ, જનક અને જલસા છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments