25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પશુને બચાવવા જતા ખડકી હાઇવે પર અકસ્માત, એક પાછળ એક ચાર કાર અથડાઈ

પારડી ખડકી નેશનલ હાઇવે 48 પર આજ રોજ પશુને બચાવવા એક કારે હાઇવે પર બ્રેક મારતા તેમના પાછળ એક પછી એક ચાર કારો અથડાઈ હતી. ચારેય કારોને ભારે નુકશાન પહોંચ્યું હતું. જ્યારે કારમાં સવાર તમામનો બચાવ થવા પામ્યો હતો.ખડકી નેશનલ હાઈવે 48 પર મુંબઈ તરફના ટ્રેકથી સુરત તરફ જતી ક્રેટા કાર નંબર MH 46 BL 0333 ની આગળ અ

આ અકસ્માતમાં કારમાં સવાર તમામનો બચાવ થયો હતો જોકે ચારેય કારને ભારે નુકશાન પહોંચ્યું હતું

પારડી ખડકી નેશનલ હાઇવે 48 પર આજ રોજ પશુને બચાવવા એક કારે હાઇવે પર બ્રેક મારતા તેમના પાછળ એક પછી એક ચાર કારો અથડાઈ હતી. ચારેય કારોને ભારે નુકશાન પહોંચ્યું હતું. જ્યારે કારમાં સવાર તમામનો બચાવ થવા પામ્યો હતો.


ખડકી નેશનલ હાઈવે 48 પર મુંબઈ તરફના ટ્રેકથી સુરત તરફ જતી ક્રેટા કાર નંબર MH 46 BL 0333 ની આગળ અચાનક એક પશુ આવી જતા તેમણે કારને ઇમરજન્સી બ્રેક મારવાની ફરજ પડી હતી સાથે કારે ટ્રેક બદલતા તેમના પાછળ ઇક્કો કાર નંબર MH 48 BT 2271, જે પાછળ વર્ના કાર નંબર MH02 CZ 8045 અને એસ. એક્સ ફોર કાર નંબર MH 04 DN 1435 આમ.


ચાર કારો એક પાછળ એક ધડાકાભેર અથડાતા હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો,આ અકસ્માતમાં કારમાં સવાર તમામનો બચાવ થયો હતો જોકે ચારેય કારને ભારે નુકશાન પહોંચ્યું હતું


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments