25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

અફઘાનિસ્તાનમાં ભલે તાલીબાને કર્યો હોય કબજો, પરંતુ હજુ પણ આ પ્રાંત પર કબજો મેળવવા સંપૂર્ણપણે નિષ્ફળ

અમેરિકાના સૈનિકોના ચાલ્યા ગયા બાદ તાલિબાન દ્વારા ફરી એક વખત અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને પણ નાસી છુટ્યા છે. તાલિબાન દ્વારા કાબુલમાં પણ સત્તા સંભાળી લીધેલાની જાણકારી સૂત્ર જાણવા મળ્યું છે પરંતુ અફઘાનિસ્તાનમાં 34 પૈકી એક માત્ર પ્રાંત એવો

Afghanistan , Afghanistan news, taliban, talibannews, province
અમેરિકાના સૈનિકોના ચાલ્યા ગયા બાદ તાલિબાન દ્વારા ફરી એક વખત અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને પણ નાસી છુટ્યા છે. તાલિબાન દ્વારા કાબુલમાં પણ સત્તા સંભાળી લીધેલાની જાણકારી સૂત્ર જાણવા મળ્યું છે પરંતુ અફઘાનિસ્તાનમાં 34 પૈકી એક માત્ર પ્રાંત એવો છે જેના પર તાલિબાન દ્વારા હજુ પણ કબ્જો મેળવી શકાયો નથી. આ પ્રાંતનુ નામ પંજશીર રહેલ છે. પંજશીર પ્રાંત જો તાલિબાન સામે આત્મસમર્પણ કરશે તો તે બહુ મોટી ઘટના કહેવાય શકે છે.

જ્યારે પંજશીરના નેતા અહમદ મસૂદે દ્વારા તાલિબાન સામે સરેન્ડર કરવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. તેમ છતાં તેમનુ એક નિવેદન સામે આવ્યુ હતું અને તેમાં તેઓ તાલિબાન સાથે વાત કરવા માટે તૈયાર હોવાનુ સામે આવી રહ્યું છે. તેમ છતા પંજશીરના નેતાઓએ તાલિબાન સાથે સમાધાનને હજી સુધી સમર્થન અપાયું નથી.

તેની સાથે પંજશીરના નેતા અહમદ મસૂદ અને અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહની એક મિટિંગની તસ્વીર પણ વાયરલ થઈ હતી. કાબુલ પર તાલિબાનના કબ્જા બાદ સાલેહને પંજશીરમાં છેલ્લે જોઈ શક્યા હતા. એવુ માનવામાં આવે છે કે, અમરુલ્લાલ સાહેલ હવે અહેમદ મસૂદ સાથે મળીને તાલિબાનો મુકાબલો કરવા માટે રણનીતિ ઘડી રહ્યા છે.

વધુ માહિતી અનુસાર, અહેમદ મસૂદના પિતા અહેમદ શાહ મસૂદ એક સમયે અફઘાનિસ્તાનમાં સૌથી શક્તિશાળી નેતા પણ રહેલા હતા. તેમના દ્વારા અફઘાનિસ્તાનમાં રશિયાનો કબ્જો થયો ત્યારે રશિયન સેનાનો મુકાબલો કરવામાં આવ્યો હતો. તેમ છતાં રશિયા પણ પંજશીર પર પોતાનો કબ્જો લઇ શક્યું નહોતું. અલકાયદા અને તાલિબાને તેમની 2001 માં ન્યૂયોર્ક પરના હુમલાના બે દિવસ બાદ હત્યા કરી નાખી હતી. અહેમદ મસૂદ પણ પિતાના પગલે ચાલીને તાલિબાનનો મુકાબલો કરવા જઈ રહ્યા છે. તાલિબાન સામે પંજશીર પ્રાંતને આશાનુ છેલ્લુ કિરણ તરીકે જોવામાં આવી રહ્યું છે. 

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments