25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

અમેરિકાની પોપ સિંગર રિહાના લંડનનો લકઝરિયસ બંગલો વેંચી રહી છે.

અમેરિકન પોપ સિગંર રિહાના હાલ એક મહિનાથી ચર્ચામાં છે. કિસાન આંદોલન માટેનું તેની ટીપ્પણી તેમજ ભગવાન ગણેશનું પેડન્ટ પહેરીને શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચાડી હતી. જોકે આ વખતે રિહાના પોતાના લકઝરિયસ બંગલાને વેંચવા માટે ફરી ચર્ચામાં છે. રિહાનાની નેટ વર્થ ૬૦ કરોડ અમેરિકન ડોલર એટલે કે ૪,૪ અ

અમેરિકન,  પોપ સિગંર , રિહાના , કિસાન, બંગલા
પાંચ માળીય બંગલાની કિંમત કરોડોમાં.

અમેરિકન પોપ સિગંર રિહાના હાલ એક મહિનાથી ચર્ચામાં છે. કિસાન આંદોલન માટેનું તેની ટીપ્પણી તેમજ ભગવાન ગણેશનું પેડન્ટ પહેરીને શ્રદ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચાડી હતી. જોકે આ વખતે રિહાના પોતાના લકઝરિયસ બંગલાને વેંચવા માટે ફરી ચર્ચામાં છે. રિહાનાની નેટ વર્થ ૬૦ કરોડ અમેરિકન ડોલર એટલે કે ૪,૪ અબજ રૂપિયા આંકવામાં આવે છે. 


રિહાનાએ પોતાની આ પ્રોપર્ટી ૨૭.૫  મિલિયન પાઉન્ડસ રાખી છે, જે ભારતીય  કરન્સી પ્રમાણે રૂપિયા ૩૨૫ કરોડની આસપાસ થાય છે. જોકે હવે આ બંગલાની વેંચાણ કિંમતને હવે ઘટાડવામાં આવીને રૂપિયા ૨૭૯ કરોડ રાખવામાં આવી છે. 


રિહાનાનો આ બંગલો બહારથી સફેદ દૂધ જેવા રંગનો છે તેમજ આ બંગલાની આસપાસ હરિયાળી જ જોવા મળે છે. આ પાંચ માળીય મકાનમાં સુખ-સુવિધાઓની ભરપુર સગવડ છે. સોથી વધુ રસપ્રદ એ છે કે, તેણે પોતાના બંગલાની વેંચાણ કિંમતમાં ઘટાડો કર્યો હોવાથી બંગલાને ખરીદવામાં હવે વધુ લોકો રસ લઇ રહ્યા છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments