અમિતાભ બચ્ચનને મળશે એક વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ.
અમિતાભ બચ્ચનને ફક્ત દેશમાંથી જ નહીં વિદેશમાંથી પણ ભરપૂર સમ્માન મળ્યું છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ઘણા ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવ્યા છે. હવે વધુ એક આંતરરાષ્ટ્રીય એવોર્ડથી તેમને સમ્માનિત કરવામાં આવવાના છે. રસપ્રદ વાત તો એ છે કે, અમિતાભ પ્રથમ ભારતીય છે જેને આ એવોર્ડ મળવાનો છે. અમિતાàª
અમિતાભ બચ્ચનને ફક્ત દેશમાંથી જ નહીં વિદેશમાંથી પણ ભરપૂર સમ્માન મળ્યું છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ઘણા ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવ્યા છે. હવે વધુ એક આંતરરાષ્ટ્રીય એવોર્ડથી તેમને સમ્માનિત કરવામાં આવવાના છે. રસપ્રદ વાત તો એ છે કે, અમિતાભ પ્રથમ ભારતીય છે જેને આ એવોર્ડ મળવાનો છે.
અમિતાભને એફઆએએફથી જોડાયેલા ફઇલ્મ હેરિટેજ ફાઉન્ડેશને નોમિનેટ કર્યા હતા.૧૯ માર્ચના એક વર્ચ્યુઅલ ઇવેન્ટ દ્વારા અમિતાભને આ એવોર્ડ આપવામાં આવશે. અમિતાભને આ એવોર્ડ વર્લ્ડ ફિલ્મ હેરિટેજના સંરક્ષણમાં તેમના સમર્પણ અને યોગદાન માટે મળવાનો છે. આ એવોર્ડ મેળવનારા અમિતાભ પ્રથમ ભારતીય છે.આ એવોર્ડથી અમિતાભને લોકપ્રિય ઇન્ટરનેશનલ ડાયરેકટર ક્રિસ્ટોફર નોલન અને માર્ટિન સ્કોસીજી સમ્માનિત કરશે.
અમિતાભે આ એવોર્ડ મેળવવા માટે જણાવ્યું હતુ ંકે, હું બેહદ આભારી છું કે મને એવા કામ માટે એવોર્ડ મળી રહ્યો છે જેના માટે હું પ્રતિબદ્ધ છું. જ્યારે હું આ ફાઉન્ડેશનનો એમ્બેસેડર બન્યો હતો ત્યારે જ મને આપણી બહુમૂલ્ય ફિલ્મોને આપણે કઇ રીતે નજરઅંદાજ કરીએ છીએ તેનો અંદાજ આવી ગયો હતો. તેથી મેં તરત જ કામ કરવાના પ્રયાસ કર્યા હતા.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com