25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

અર્શી ખાન અફઘાની ક્રિકેટર સાથે કરવાની હતી સગાઇ, તાલિબાનના કબજા બાદ તેનો લીધો આ નિર્ણય

અફઘાનિસ્તાનની સ્થિતિ પર સમગ્ર દુનિયાના કલાકારોની ચિંતામાં વધારો થયો છે. ઘણા ભારતીય કલાકારો દ્વારા પણ આ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ કલાકારો દ્વારા શક્તિશાળી દેશોને અફઘાનિસ્તાનને તાલિબાનના પંજામાંથી છોડાવવાની અપીલ કરવામાં આવી છે. જ્યારે હવે ટીવી અભિનેત્રી અને બિગ બોસ ફેમ અર

Arshi Khan, Arshi Khan news, bollywood , bollywood news, Afghan cricketer, taliban
અફઘાનિસ્તાનની સ્થિતિ પર સમગ્ર દુનિયાના કલાકારોની ચિંતામાં વધારો થયો છે. ઘણા ભારતીય કલાકારો દ્વારા પણ આ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ કલાકારો દ્વારા શક્તિશાળી દેશોને અફઘાનિસ્તાનને તાલિબાનના પંજામાંથી છોડાવવાની અપીલ કરવામાં આવી છે. જ્યારે હવે ટીવી અભિનેત્રી અને બિગ બોસ ફેમ અર્શી ખાન દ્વારા અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય તેણે મોટો ખુલાસો પણ કર્યો છે કે, તે અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે સગાઇ  કરવા જઈ રહી હતી.

આ બાબતમાં અર્શી ખાને જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ખુબ જ ખરાબ હોવાના કારણે તે અફઘાની ક્રિકેટર સાથે સગાઇ કરશે નહીં. તેણે કહ્યું છે કે, ક્રિકેટરની પસંદગી તેના પિતા દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં અર્શી ખાન દ્વારા આ ક્રિકેટરના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એક નામી ચેનલને આપેલ એક નિવેદનમાં તેણે જણાવ્યું છે કે, ઓક્ટોબરમાં હું અફઘાનિસ્તાનના એક ક્રિકેટર સાથે સગાઇ કરવા જઈ રહી હતી. તેની પસંદગી મારા પિતા દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાથી અમારે આ સંબંધને સમાપ્ત કરવા પડશે.

અર્શી ખાન દ્વારા એ પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે, તે ક્રિકેટર સાથે એક મિત્રની જેમ લાંબા સમયથી વાત કરી રહ્યા હતા. તે ક્રિકેટર તેના પિતાના મિત્રનો પુત્ર રહેલ છે. તેમ છતાં હવે સંબંધ થઇ શકશે નહીં. તેણે જણાવ્યું છે કે, મને લાગી રહ્યું છે કે, મારા પિતા મારા માટે હવે એક ભારતીય યુવક જ પસંદ કરવા જઈ રહ્યા છે. 

અર્શી ખાન દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેના મૂળિયા અફઘાનિસ્તાનથી રહેલા છે. તેણે જણાવ્યું છે કે, હું એક અફઘાની પઠાણ રહેલી છું અને મારો પરિવાર યૂસુફજઈ જાતીય સમૂહ સાથેનો છે. મારા દાદા અફઘાનિસ્તાનથી ચાલ્યા ગયા હતા અને ભોપાલમાં એક જેલર રહ્યા હતા. મારા મૂળિયા અફઘાનિસ્તાનથી રહેલા છે પણ હું એક ભારતીય નાગરિક છું, જેવી રીતે મારા માતા-પિતા અને દાદા-દાદી છે. અર્શી ખાનનો પરિવાર અફઘાનિસ્તાનથી ભારત આવ્યો તે સમયે અર્શી ખાન માત્ર 4 વર્ષની હતી.

અર્શી ખાન બિગ બોસ 11 માં પ્રથમ વખત સ્પર્ધક તરીકે પણ જોવા મળી હતી. ત્યાંથી તેને ઘણી લોકપ્રિયતા પણ મળી હતી. ત્યાર બાદ બિગ બોસની ગત સિઝનમાં એટલે કે બિગ બોસ-14માં ચેલેન્જર તરીકે પણ આવી હતી. અહીં પણ લોકોનું તેને ઘણું મનોરંજન કર્યું હતું.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments