25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પત્રકારત્વથી લઈને રૂપેરી પડદા સુધી: જાણીતા લેખક અને પત્રકાર આશુ પટેલની બહુરંગી સફર

ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય જગતમાં આશુ પટેલ એક એવું નામ છે જેમણે પોતાની કલમની તાકાતથી માત્ર અખબારોના પાનાઓ જ નહીં, પરંતુ ઓડિયો પ્લેટફોર્મ અને રૂપેરી પડદા પર પણ પોતાની અનોખી છાપ છોડી છે. પત્રકારત્વમાં ત્રણ દાયકાની સફળ કારકિર્દી અને ૫૭ જેટલાં પ્રકાશિત પુસ્તકો ધરાવતા આશુ પટેલ આજે મ

આશુ પટેલ,  આશુ પટેલ લેખક,  આશુ પટેલ પત્રકાર,  આશુ પટેલ ગુજરાતી લેખક,  ગુજરાતી પત્રકારત્વ,  ગુજરાતી સાહિત્યકાર,  ક્રાઇમ લેખક ગુજરાતી,  ક્રાઇમ રિપોર્ટિંગ ગુજરાતી,  મુંબઈ અંડરવર્લ્ડ રિપોર્ટિંગ,  ધ ડૉન પુસ્તક
ગુજરાતી મીડિયા, લેખન અને મનોરંજન ક્ષેત્રનો અનુભવી ચહેરો
ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય જગતમાં આશુ પટેલ એક એવું નામ છે જેમણે પોતાની કલમની તાકાતથી માત્ર અખબારોના પાનાઓ જ નહીં, પરંતુ ઓડિયો પ્લેટફોર્મ અને રૂપેરી પડદા પર પણ પોતાની અનોખી છાપ છોડી છે. પત્રકારત્વમાં ત્રણ દાયકાની સફળ કારકિર્દી અને ૫૭ જેટલાં પ્રકાશિત પુસ્તકો ધરાવતા આશુ પટેલ આજે મિડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એક બ્રાન્ડ બની ચૂક્યા છે.

ત્રણ દાયકાની પત્રકારત્વ યાત્રા
પોતાની કારકિર્દી દરમિયાન તેમણે ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના ‘સમકાલીન’ (હસમુખ ગાંધીના નેતૃત્વ હેઠળ), ‘સંદેશ’, ‘મુંબઈ સમાચાર’, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપના ‘ફેમિના’, ‘મિડ-ડે’, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘ગુજરાત સમાચાર’ જેવા અનેક પ્રતિષ્ઠિત પ્રકાશનોમાં કલમ ચલાવી છે. તેમણે મુંબઈની વિવિધ આવૃત્તિઓમાં રેસિડન્ટ એડિટર અને સિટી એડિટર તરીકે મહત્વની જવાબદારીઓ નિભાવી છે. છેલ્લા એક દાયકાથી ‘મુંબઈ સમાચાર’માં પ્રકાશિત થતી તેમની કોલમ ‘સુખનો પાસવર્ડ’ અને તેના પર આધારિત ટોક-શો અત્યંત લોકપ્રિય બન્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ કોલમ દ્વારા વાચકો સાથે જોડાયેલા છે.


સાહિત્યિક સિદ્ધિઓ
આશુ પટેલના નામે એક વિરલ રેકોર્ડ નોંધાયેલો છે. ભારતના સૌથી વધુ વંચાતા હિન્દી અખબાર ‘દૈનિક ભાસ્કર’ માં તેમની નોવેલ ‘બાત એક રાત કી’ (ગુજરાતીમાં ‘વાત એક રાતની’) ડેઈલી પ્રગટ થઈ હતી. કોઈ પણ ગુજરાતી લેખકની નોવેલ હિન્દી અખબારમાં આ રીતે ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ હોય તેવો આ પ્રથમ અને એકમાત્ર કિસ્સો છે.


આશુ પટેલ,  આશુ પટેલ લેખક,  આશુ પટેલ પત્રકાર,  આશુ પટેલ ગુજરાતી લેખક,  ગુજરાતી પત્રકારત્વ,  ગુજરાતી સાહિત્યકાર,  ક્રાઇમ લેખક ગુજરાતી,  ક્રાઇમ રિપોર્ટિંગ ગુજરાતી,  મુંબઈ અંડરવર્લ્ડ રિપોર્ટિંગ,  ધ ડૉન પુસ્તક

ફિલ્મ અને વેબ સિરીઝમાં પ્રદાન

લેખન ક્ષેત્રે સફળતા મેળવ્યા બાદ આશુ પટેલે મનોરંજન જગતમાં પણ કાઠું કાઢ્યું છે:

  • તેમની અંગ્રેજી નોવેલ ‘મેડમ એક્સ’ પરથી પ્રખ્યાત ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

  • બોલીવુડ ફિલ્મ ‘ગુજરાત-11’ અને ગુજરાતી ફિલ્મ **‘હલકી ફૂલકી’**ના તેઓ ક્રિએટિવ પ્રોડ્યુસર/ડિરેક્ટર રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ બંને ફિલ્મો અને વેબ સિરીઝ ‘બેનકાબ’માં તેમણે ‘આશુ પટેલ’ તરીકે જ કેમિયો રોલ કર્યો છે.

  • તેમની નોવેલ ‘બાત એક રાત કી’ પરથી હિન્દી વેબ સિરીઝની પણ જાહેરાત થઈ ચૂકી છે.


આશુ પટેલ,  આશુ પટેલ લેખક,  આશુ પટેલ પત્રકાર,  આશુ પટેલ ગુજરાતી લેખક,  ગુજરાતી પત્રકારત્વ,  ગુજરાતી સાહિત્યકાર,  ક્રાઇમ લેખક ગુજરાતી,  ક્રાઇમ રિપોર્ટિંગ ગુજરાતી,  મુંબઈ અંડરવર્લ્ડ રિપોર્ટિંગ,  ધ ડૉન પુસ્તક

‘ગેંગીસ્તાન’ અને પ્રતીક ગાંધી આશુ પટેલના જીવન, તેમના રિસર્ચ અને ઇન્વેસ્ટિગેશન પર આધારિત ઓડિયો થ્રિલર શો ‘ગેંગીસ્તાન’ સ્પોર્ટીફાય પર ખૂબ સફળ રહ્યો હતો. આ શોમાં ‘સ્કેમ ૧૯૯૨’ ફેમ પ્રતીક ગાંધીએ આશુ પટેલનું પાત્ર ભજવ્યું હતું. કોઈ ટોચના અભિનેતાએ પત્રકારની રિયલ લાઈફ ભૂમિકા ભજવી હોય તેવી આ પ્રથમ ઘટના હતી.

વૈશ્વિક ફલક પર આશુ પટેલને અમેરિકા, યુરોપ અને એશિયાના અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે. અમેરિકન સરકારના વિદેશ ખાતાના ખાસ આમંત્રણથી તેઓ અમેરિકાના મેહેમાન બન્યા હતા, જ્યાં તેમણે કોલંબિયા યુનિવર્સિટી અને મેડિલ સ્કૂલ ઓફ જર્નલિઝમ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં વક્તવ્ય આપ્યું હતું.


વર્તમાન પ્રોજેક્ટ્સ હાલમાં તેઓ દ્વિભાષી વેબ સિરીઝ ‘ધ સાઇલન્ટ ઝોન’ બનાવી રહ્યા છે. આ ઉપરાંત, દૂરદર્શન પર પ્રસારિત થયેલ મેગા શો ‘સરદાર ધ ગેમ ચેન્જર’ નો સ્ક્રીનપ્લે પણ તેમણે લખ્યો છે. તેઓ મેગા બજેટ ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’ના ક્રિએટિવ પ્રોડ્યુસર પણ છે.

સાહિત્ય અને મનોરંજન ઉપરાંત, તેઓ ખગોળશાસ્ત્રી ડો. જે.જે. રાવલની ‘ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી’ માં એડવાઈઝર તરીકે પણ સેવા આપી રહ્યા છે.

Stay Tuned

Comments