25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી કરવાના અધિકાર અપાયા, એલોપેથિક ડોક્ટરો ભડક્યા.

આર્યુવેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી કરવા માટે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિને લીલી ઝંડી આપી દીધી છે.જે અનુસાર તેમને જનરલ સર્જરી, નાક, કાન, ગળુ, આંખ, ઓર્થોપેડિક, ડેન્ટલ સબંધી બીમારીઓની સારવાર માટે જરુરી સર્જરી કરવાની પરવાનગી મળશે.જોકે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આ પ્રકારની મંજૂ

આયુર્વેદિક ,  સર્જરી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, વિદ્યાર્થીઓ, ડોક્ટરો
જો આ પ્રકારના શોર્ટકટને માન્યતા આપવામાં આવી તો પછી નીટનુ મહત્વ ખતમ થઈ જવાનુ છે.
આર્યુવેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી કરવા માટે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિને લીલી ઝંડી આપી દીધી છે.જે અનુસાર તેમને જનરલ સર્જરી, નાક, કાન, ગળુ, આંખ, ઓર્થોપેડિક, ડેન્ટલ સબંધી બીમારીઓની સારવાર માટે જરુરી સર્જરી કરવાની પરવાનગી મળશે.

જોકે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આ પ્રકારની મંજૂરી આપવા સામે પૂરજોશમાં વિરોધ શરુ કર્યો છે અને આ નિર્ણયને આર્યુવેદિક ડોક્ટરોને પાછલા બારણેથી એલોપથીમાં એન્ટ્રી આપવાના પ્રયાસ સમાન ગણાવ્યો છે.મેડિકલ એસોસિએશનનુ કહેવુ છે કે, આ સંજોગોમાં નીટ જેવી પરીક્ષાનુ કોઈ મહત્વ નહી રહે અને આ મંજૂરી આપતુ જાહેરનામુ રદ થવુ જોઈએ.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના કહેવા પ્રમાણે આ નિર્ણયના ઘાતક પરિણામ સામે આવશે.જો આ પ્રકારના શોર્ટકટને માન્યતા આપવામાં આવી તો પછી નીટનુ મહત્વ ખતમ થઈ જવાનુ છે.

આઈએમએ દ્વારા સરકારને અપીલ કરવાની સાથે સાથે પોતાના બીજા સભ્યો અને ડોક્ટરોને પણ ચેતવણી આપી છે કે, આર્યુવેદિક ડોક્ટરોને કોી પણ પ્રકારની ટ્રેનિંગ આપે નહી.આ રીતે અલગ અલગ સારવાર પધ્ધિતની ભેળસેળ ના થાય તે માટે તમામ પ્રયાસો કરવા પડશે.દરેક અલગ અલગ સિસ્ટમને પોતાની રીતે આગળ વધવા દેવામાં આવે.

જોકે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિનનુ કહેવુ છે કે, 25 વર્ષથી આર્યુવેદ ડોક્ટરો સર્જરી કરી રહ્યા છે.આ નોટિફિકેશન માત્ર તેને માન્યતા આપવાનુ કામ કરે છે.નોટિફિકેશન પ્રમાણે આર્યુવેદના પીજી કોર્સના વિદ્યાર્થીઓને અલગ અલગ સર્જરી અંગે જાણકારી આપવામાં આવશે.ખાસ કરીને નાક, ગાલ, ગળા, આંખની સર્જરી માટે તેમને વિશેષ રીતે ટ્રેનિંગ અપાશે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments