25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

વડોદરા સેન્ટ્રલ જેલમાં ફૂટ્યો કોરોના બૉમ્બ, એક સાથે 43 કેસ સામે આવ્યા

ગુજરાતમાં કોરોનાની મહામારી દરમિયાન વડોદરામાં પણ રોજના 80 થી 90 કોરોનાના કેસ સામે આવે છે.જેમાંથી  બે દિવસ પહેલા સેન્ટ્રલ જેલમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 18 કેસ જોવા મળ્યા હતા.ત્યારબાદ તેમાં કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા જેમાંથી આજે એક સાથે 43 કેસ સામે આવ્યા .તેની સાથે ટોટ

ગુજરાતમાં કોરોનાની મહામારી દરમિયાન વડોદરામાં પણ રોજના 80 થી 90 કોરોનાના કેસ સામે આવે છે.જેમાંથી  બે દિવસ પહેલા સેન્ટ્રલ જેલમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 18 કેસ જોવા મળ્યા હતા.

ત્યારબાદ તેમાં કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા જેમાંથી આજે એક સાથે 43 કેસ સામે આવ્યા .તેની સાથે ટોટલ સેન્ટ્રલ જેલમાં આજ સુધી 63 કેસ સામે આવેલા છે.

ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1052 નવા કેસ નોંધાયા છે.જેમાંથી સૌથી વધારે સુરતમાં  258 કેસ અને અમદાવાદમાં 184 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 56874 થયો જેમાંથી અત્યારે 13146 કેસ એક્ટિવ છે.

રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2348 લોકોનાં મોત નિપજયા છે.છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મૃત્યુ થયેલ છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments