25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

મહીસાગર : કોરોના મહામારીના સમયમાં રક્તની ઉપલબ્ધતા સિમિત છે તેવા સમયે ૩૧ જેટલા રકતદાતાઓએ રકતદાન કરી ઉમદા કાર્ય કર્યું કોરોના સંદર્ભેની તકેદારી સાથે રક્તદાન કેમ્પમાં ૩૧ યુનિટ બ્લડ કલેક્શન સ્વાતંત્ર્યપર્વએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારીએ રક્તદાન કરી રક્તદાતાઓને પ્રોત્સાહિ

મહીસાગર : કોરોના મહામારીના સમયમાં રક્તની ઉપલબ્ધતા સિમિત છે તેવા સમયે ૩૧ જેટલા રકતદાતાઓએ રકતદાન કરી ઉમદા કાર્ય કર્યું

કોરોના સંદર્ભેની તકેદારી સાથે રક્તદાન કેમ્પમાં ૩૧ યુનિટ બ્લડ કલેક્શન સ્વાતંત્ર્યપર્વએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારીએ રક્તદાન કરી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા


લુણાવાડા :કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરત પણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્વાતંત્ર્ય પર્વના ઉપલક્ષમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

      જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એસ. બી. શાહની રાહબરીમાં લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ના મેડીકલ ઓફીસરશ્રી ડૉ. કલ્પેશ સુથાર, ર્ડો. મમતાબેન, અને રેડ ક્રોસ સોસાયટીનાં શ્રી ડૉ. ચૌહાણ તેમજ અમીર સત્ય ફાઉન્ર્ડેશનના હેમાબેન અને આરોગ્ય ટીમ દ્વારા યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં ૩૧ જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં સ્વાતંત્ર્ય દિનના અવસરે અનેરું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ સ્વાતંત્ર્યપર્વએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારીએ રક્તદાન કરી રક્ત દાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.


આ રક્તદાન કેમ્પમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટેના સરકારની ગાઇડલાઇના દિશાનિર્દેશોનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું ખૂબજ કાળજીપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું જેથી કોઈ પણ રક્તદાતાને કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે દરેક ડોનરને નવી બેડશીટ પાથરીને જ રક્તદાન કરાવવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં દાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝર ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ ઓફિસર શ્રી બિરેન્દ્રસીંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલા સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓને બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુ રહિત રહે તેનો સુચારુ આયોજન કર્યું હતું. સાથે આ રકતદાન કેમ્પમાં રકતદાન કરનાર દરેક રકતદાતાને રેડ ક્રોસ સોસાયટી ગોધરા દ્રારા પ્રમાણપત્ર અને ર્થમોસ મોમેન્ટો તરીકે આપવામાં આવ્યા હતા.આ કેમ્પમાં નગરપાલિકા પ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ સોલંકી, ચીફ  ઓફીસર શ્રી પ્રણવ ચૌધરી ઉપસ્થિત રહી રકતદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.


આ રક્તદાન કેમ્પમાં ૩૧ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું રક્તદાનએ શ્રેષ્ઠ મહાદાન છે જે કોરોનાના દર્દી, એનેમિક સગર્ભા બહેનો અને થેલેસેમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલ રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે કોરોના મહામારી ના સમય વચ્ચે પણ આ રક્તદાન કેમ્પ જન ઉપયોગી બની રહેશે. 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments