25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કેન્દ્રિય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શ્રી રવિ શંકર પ્રસાદે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર કોરોના સામેની લડાઈને નબળી પાડવાનો આરોપ મૂક્યો

કેન્દ્રિય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિ શંકર પ્રસાદે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કરતાં દેશમાં કોરોના સામેની લડાઈને નબળી પાડવાનો આરોપ મૂક્યો છે. આજે દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી પ્રસાદે જણાવ્યુ હતું કે રાહુલ ગાંધી જુઠાણા ફેલાવી રાષ્ટ્રને ગેરમાર્ગે

covid-19, bjp, shreeravisankar, congress, rahulgandhi, india
કેન્દ્રિય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિ શંકર પ્રસાદે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કરતાં દેશમાં કોરોના સામેની લડાઈને નબળી પાડવાનો આરોપ મૂક્યો છે. આજે દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી પ્રસાદે જણાવ્યુ હતું કે રાહુલ ગાંધી જુઠાણા ફેલાવી રાષ્ટ્રને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ નકારાત્મકતા ફેલાવીને કોરોના સામેની લડાઈનો સંકલ્પ નબળો પડી રહ્યા છે. 

શ્રી રવિશંકર પ્રસાદે જણાવ્યુ હતું કે એક સમયે રાહુલ ગાંધી એ એવું કહ્યું હતું કે લોક ડાઉન એ કોવિડ 19નો ઉકેલ નથી, અને હવે કોંગ્રેસની પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકાર લોક ડાઉન વધારવાના પક્ષમાં છે. તેમણે શ્રમિક સ્પેશિયલ ટ્રેન અંગે પણ ખોટો આક્ષેપ કરવાનો કોંગ્રેસ નેતા ઉપર આક્ષેપ મૂક્યો હતો. 

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments