25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

લાઇસન્સ આપવાની સત્તા પર વિવાદ ગૃહ વિભાગના પરિપત્ર સામે પોલીસનો વિરોધ

ગુજરાતમાં દિવાળીના તહેવારો નજીક આવતા જ ફટાકડાના વેચાણ માટેના લાઇસન્સ આપવાની સત્તા કોની પાસે રહેશે તે મામલે પોલીસ અને ફાયર વિભાગ વચ્ચે એક મોટો વિવાદ ઊભો થયો છે. રાજ્યના ગૃહ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને લાઇસન્સ આપવાની જવાબદારી પોલીસ કમિશનરો અથવા જિલ્લા મેજિસ્ટ્રેટોને સોંપી છે, પરંત

ફટાકડા લાઇસન્સ,  ગૃહ વિભાગ,  ગુજરાત પોલીસ,  ફાયર વિભાગ,  અમદાવાદ JCP,  ડીજીપી,  ટેક્નિકલ જ્ઞાન,  સુરક્ષા માપદંડ,  ફાયર સેફ્ટી NOC,  કમિશનર કચેરી
પોલીસ ટેક્નિકલ માણસ નથી ફટાકડાના પરવાનાની સત્તા ફાયર વિભાગને સોંપવા માંગ

ગુજરાતમાં દિવાળીના તહેવારો નજીક આવતા જ ફટાકડાના વેચાણ માટેના લાઇસન્સ આપવાની સત્તા કોની પાસે રહેશે તે મામલે પોલીસ અને ફાયર વિભાગ વચ્ચે એક મોટો વિવાદ ઊભો થયો છે. રાજ્યના ગૃહ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને લાઇસન્સ આપવાની જવાબદારી પોલીસ કમિશનરો અથવા જિલ્લા મેજિસ્ટ્રેટોને સોંપી છે, પરંતુ આ નિર્ણય સામે અમદાવાદ શહેરમાંથી જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) દ્વારા રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ને એક સત્તાવાર પત્ર લખીને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.


આ પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે પોલીસ પાસે ટેક્નિકલ જ્ઞાનનો અભાવ છે અને ફટાકડાના વેચાણ માટે જરૂરી સુરક્ષા માપદંડો અને ફાયર સેફ્ટીની ચકાસણી કરવી એ પોલીસ કર્મચારીઓ માટે પડકારજનક કાર્ય છે. ફટાકડાની દુકાનો કે સ્ટોલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા છે કે નહીં, જ્વલનશીલ સામગ્રીના સંગ્રહ માટેના નિયમોનું પાલન થયું છે કે નહીં, તે નક્કી કરવા માટે ફાયર વિભાગના ટેક્નિકલ ઓફિસર વધુ સક્ષમ છે. તેથી, JCPએ એવી માંગણી કરી છે કે ફટાકડાના પરવાના ઇશ્યુ કરવાની સત્તા ફાયર ઓફિસરને સોંપવામાં આવે.


ગૃહ વિભાગના નવા કડક પરિપત્ર મુજબ, હવે ફટાકડાના પરવાના (લાઇસન્સ) ઇશ્યુ કરવા કે રિન્યુઅલ કરવા માટે ફાયર સેફ્ટી એનઓસી (NOC) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અગાઉ, ૫૦૦ ચોરસ મીટરથી નાની દુકાનોને આ નિયમમાંથી કેટલીક છૂટછાટ હતી, પરંતુ હવે ગૃહ વિભાગે નાની દુકાનો માટે પણ કડક સુરક્ષા માપદંડો લાગુ કર્યા છે. આ નવા કડક નિયમોના અમલ માટે ટેક્નિકલ કુશળતા જરૂરી છે, જે પોલીસ પાસે નથી. પોલીસ અધિકારીઓનું માનવું છે કે, જો તેઓ લાઇસન્સ આપશે અને ભવિષ્યમાં કોઈ મોટી અકસ્માત કે આગની ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ પર આવશે, જે અયોગ્ય છે.


નોંધનીય છે કે ભૂતકાળમાં પણ ફાયર અને પોલીસ તંત્ર વચ્ચે ફટાકડાની મંજૂરીઓ બાબતે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. અમદાવાદમાં એક સમયે ફાયર બ્રિગેડે ૩૦૦ દુકાનદારોને મંજૂરી આપી હતી, જ્યારે પોલીસ કમિશનર કચેરીએ માત્ર ૨૦ જણાને પરમીશન આપી હતી, જેના કારણે ગેરકાયદેસર સ્ટોલની સંખ્યામાં મોટો વધારો થયો હતો. હવે આ નવા વિવાદે ફરી એકવાર સત્તાના સંઘર્ષને સપાટી પર લાવી દીધો છે, અને રાજ્યના ડીજીપી કચેરી હવે આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે, જેથી દિવાળી પહેલાં ફટાકડાના વેપારીઓને યોગ્ય માર્ગદર્શન મળી શકે અને લોકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments