25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

આત્મનિર્ભર ગુજરાતની લૉન બધાને નહીં મળે, સરકારે કર્યો મોટો ખુલાસો...

આત્મનિર્ભર લોન માટે રાજ્ય સરકારે હવે ફોર્મ બહાર પાડ્યા બાદ અનેક ખુલાસા કર્યાં છે. લોન પરત કરવાની ક્ષમતા ચકાસીને જ ગ્રાહકને લોન આપવી કે કેમ તે જે તે બેંક કે ક્રેડીટ સોસાયટી નક્કી કરશે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જાહેર ખબર થકી આ માહિતી આપી છે.લોકડાઉનમાં બેરોજગાર બનેલા નાના ધંધાર્

આત્મનિર્ભર લોન માટે રાજ્ય સરકારે હવે ફોર્મ બહાર પાડ્યા બાદ અનેક ખુલાસા કર્યાં છે. લોન પરત કરવાની ક્ષમતા ચકાસીને જ ગ્રાહકને લોન આપવી કે કેમ તે જે તે બેંક કે ક્રેડીટ સોસાયટી નક્કી કરશે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જાહેર ખબર થકી આ માહિતી આપી છે.

લોકડાઉનમાં બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓ માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી હતી. જેના ફોર્મ મેળવવા માટે ગઈકાલથી લોકો લાઈનો લગાવીને બેંકોની બહાર ઉભા છે. આવામાં લોકોના મનમાં આ લોન પ્રત્યે ખોટી માન્યતા પ્રવર્તી રહી છે. જે મામલે ખુલાસા કરવામાં આવ્યા છે. દરેકને 1 લાખની લોન મળી જશે તેવુ વિચારનારા આ સમાચાર ખાસ વાંચી લે. આ સાથે જ કેટલાક અન્ય ખુલાસા પણ કરવામાં આવ્યા છે.

આત્મનિર્ભર લોન માટે રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રદીપ વોરાએ રાજ્ય સરકારના ખુલાસા અંગે માહિતી આપતા કહ્યું કે, લોન પરત કરવાની ક્ષમતા ચકાસીને જ ગ્રાહકને લોન આપવી કે કેમ તે જે તે બેંક કે ક્રેડીટ સોસાયટી નક્કી કરશે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે આ અંગે જાહેરાત આપીની લોકોને માહિતગાર કર્યાં છે. લોન માટે એપ્લાય કરનાર ગ્રાહકનો સીબીલ રીપોર્ટ ચેક કરવામાં આવશે. સિબિલ એટલે ક્રેડિટ ઈન્ફર્મેશન બ્યુરો ઈન્ડિયા લિમિટેડ જો કોઇ અન્ય બેંક કે ક્રેડીટ સોસાયટીના ડિફોલ્ટર હશે તો તેવા લોકોને લોન મળવાની શક્યતા નહિવત રહેશે.

આ ઉપરાંત લોન લેવા ઇચ્છતા ગ્રાહકે બે જામીનદાર આપવા રહેશે. જો કોઇ ગ્રાહક લોન લીધા બાદ તેની ભરપાઈ નહિ કરે તો જામીનદાર પર બેંક કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. જોકે, આ આત્મનિર્ભર લોન અનસિક્યોર લોન હોવાથી સહકારી બેંકો પર આવનારા દિવસોનાં એનપીએનો ખતરો તોળાશે.

લોન મેળવવા માટેના નિયમો:
  • લોન માટે એપ્લાય કરનારના વ્યવસાય અને લોન ભરાવની ક્ષમતાને લઇને તેને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી છે. 25 હજાર, 50 હજાર, 75 હજાર અને 1 લાખની લોનની રકમ નક્કી કરવાની સત્તા બેંકની રહેશે.
  • 1 લાખની લોન માટે માસિક હપ્તો અંદાજે 3500
  • 75 હજારની લોન માટે માસીક હપ્તો અંદાજે 2625
  • 50 હજારની લોન માટે માસીક હપ્તો અંદાજે 1750
  • 25 હજારની લોન માટે માસીક હપ્તો અંદાજે 875 રૂપિયા રહેશે.
  • લોન ધારકોએ 30 માસમાં લોન પુર્ણ કરવાની રહેશે.
  • લોન મંજુર થયા બાદ 1 થી 10 તારીખ સુધીમાં હપ્તો ભરવાનો રહેશે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments