25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

અમદાવાદમાં આજે મધ્યરાત્રિથી 14 એપ્રિલ સુધી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ...

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે, તેને ધ્યાનમાં લઈને તંત્ર કોઈ કસર છોડવા તૈયાર નથી. દિવસે ને દિવસે કોરોના સામે લડવા માટે સરકાર દ્વારા આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે.સરકાર કોરોના સામે લડવા માટે સતર્ક થઈ રહી છે ત્યારે ઘરની બહાર વાહન લઈને ખાલી ખાલી લટાર મ

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે, તેને ધ્યાનમાં લઈને તંત્ર કોઈ કસર છોડવા તૈયાર નથી. દિવસે ને દિવસે કોરોના સામે લડવા માટે સરકાર દ્વારા આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે.
સરકાર કોરોના સામે લડવા માટે સતર્ક થઈ રહી છે ત્યારે ઘરની બહાર વાહન લઈને ખાલી ખાલી લટાર મારવા નીકળતા લોકો માટે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા આજે મધરાતથી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 14 એપ્રિલ સુધી લાગુ રહેશે. તેમજ તેમને જણાવ્યું હતું કે, મીડિયા અને ઇમરજન્સી વાહનોને છૂટ આપવામાં આવશે.

આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમ્યાન જો કોઈ ખાનગી વાહન લઈને બહાર નીકળશે તો તેમનું વાહન જપ્ત કરવામાં આવશે. લોકડાઉન દરમ્યાન ઘણા લોકો વાહન લઈને બહાર લટાર મારવા નીકળતા હોય છે જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments