25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

દેશના આ રાજ્યની સરકારે પાન મસાલા અને ગુટખાને લઈને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, આટલા સમય માટે રહેશે બંધ...જાણો...

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંકટની વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં પાન, મસાલાની બનાવટ, ગુટખા, ભંડાર, વિતરણના વેચાણ પર લાગેલા પ્રતિબંધને વધુ એક વર્ષ સુધી વધારી દીધો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં છેલ્લા 4 વર્ષથી પાન મસાલા પર પ્રતિબંધ છે. ખાદ્ય સ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંકટની વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં પાન, મસાલાની બનાવટ, ગુટખા, ભંડાર, વિતરણના વેચાણ પર લાગેલા પ્રતિબંધને વધુ એક વર્ષ સુધી વધારી દીધો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં છેલ્લા 4 વર્ષથી પાન મસાલા પર પ્રતિબંધ છે. ખાદ્ય સુરક્ષા વિભાગે આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કર્યું છે, તેના આધારે એક વર્ષ માટે ગુટખા, પાન મસાલા, તમાકુ કે અન્ય રૂપમાં તમાકુના ઉત્પાદનના નિર્માણ, સ્ટોરેજ કે વિતરણ પ્રતિબંધિત રહેશે.


અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોનાની વિરુદ્ધમાં લડાઈ હજુ ચાલુ જ છે. કોઈએ થાકવાનું નથી, અટકવાનું નથી પણ સાથે આગળ વધવાનું છે. કોરોનાની લડાઈ એકલા જીતી શકાશે નહીં. ટીમ વર્ક જરૂરી છે. સિધ્ધાંતો સાથે દિવસ રાત કામ કર્યું છે તેનું સારું પરિણામ મળી રહ્યું છે. દિલ્હીની જનતા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સ્વયંસેવી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ સહિતના સહયોગથી આ શક્ય બન્યું છે. દિલ્હીએ આજે કોરોના પર ઘણે અંશે કાબૂ મેળવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને મોતમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments