25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ટ્વીટના માધ્યમથી ભારતના બહાદુર તબીબો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી...

આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ટ્વીટના માધ્યમથી ભારતના બહાદુર તબીબો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી અને તેમનો ખૂબ જ આભાર માન્યો હતો, જેઓ કોવિડ-19 સામેની લડાઇમાં અગ્ર હરોળમાં રહીને આ લડાઇનો મોરચો સંભાળી રહ્યા છે.કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્ય

આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ટ્વીટના માધ્યમથી ભારતના બહાદુર તબીબો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી અને તેમનો ખૂબ જ આભાર માન્યો હતો, જેઓ કોવિડ-19 સામેની લડાઇમાં અગ્ર હરોળમાં રહીને આ લડાઇનો મોરચો સંભાળી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પડકારજનક સમયમાં રાષ્ટ્રને સલામત અને સ્વસ્થ રાખવા માટે તેમની સર્વોપરી પ્રતિબદ્ધતા ખરેખરમાં અપવાદરૂપ છે. તેમજ ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ડૉક્ટર્સ ડે નિમિત્તે રાષ્ટ્ર તેમના સમર્પણ અને ત્યાગને સલામ કરે છે.


અમિત શાહે એમ પણ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકાર માનવજાતની સેવા કરવા માટે નિઃસ્વાર્થ ભાવે અથાક પ્રયત્નો કરી રહેલા તબીબોની સાથે અડગ રીતે ઉભી છે. તેમણે આપણા દેશના આ બહાદુર કોરોના યોદ્ધાઓના સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના પણ કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ આ પ્રસંગે, તમામ તબીબોના પરિવારજનો પ્રત્યે પણ કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો હતો જેઓ તબીબોને આવા કસોટીના સમયમાં સતત સંપૂર્ણ સહકાર આપવાનું અને તેમનું નૈતિક મનોબળ વધારવાનું કામ કરી રહ્યા છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments