રાજકીય પક્ષોમાં વધતા જતા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગે ગાંધીનગર ખાતે કર્યો આ મહત્વનો નિર્ણય...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે કોરોનાએ રાજકીય પક્ષોને પણ પોતાના ભરડામાંથી મુક્યા નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય રાજકીય પાર્ટીના કેટલાય લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જેને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સચિવાલય સ્થિત આરોગ્ય
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે કોરોનાએ રાજકીય પક્ષોને પણ પોતાના ભરડામાંથી મુક્યા નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય રાજકીય પાર્ટીના કેટલાય લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જેને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સચિવાલય સ્થિત આરોગ્ય વિભાગે આવતા જતા નેતાઓ માટે સોશિયલ ડીસ્ટન્સ સાથે જ સેનેટાઈઝની યોગ્ય વ્યવસ્થા કરી છે.
વૈશ્વિક મહામારી કોરોનાએ રાજ્યમાં અજગર ભરડો લીધો છે. વાયરસના ચેપ થી ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ સંક્રમિત થવા લાગ્યા છે. નેતાઓની ગાંધીનગર સચિવાલયમાં અવર જ્વર હોવાથી વધુ સક્ર્મણ થાય નહીં તેથી આરોગ્ય વિભાગે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે સેનિટાઇઝર મશીન લગાવ્યું છે.
હાઈ સ્પીડ હાઈ રીઝોલેશન થર્મલ કેમેરા સહીત ઓક્સિજન લેવલ મશીન પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. 40 થી 50 ડિગ્રી તાપમાન મશીન અંદર મેઇન્ટેન કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ મશીનમાંથી પાસ થાય તેવા સમયે તેમનું ટેમ્પરેચર 100 કે તેથી વધુ આવે તો સાયરન વાગે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. 94 ડિગ્રીથી ઓછું ઓક્સિજન લેવલ આવે તેવા વ્યક્તિને ઘરે પરત મોકલી દેવામાં આવશે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com