25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ભારત સરકારે કોરોના વાયરસ સંબંધિત જાણકારી મેળવવા માટે લોન્ચ કર્યો Whatsapp નંબર,આ નંબરનો કેવી રીતે ઉપયોગ થાય છે..? જાણો...

કોરોના વાયરસને કારણે દુનિયાના તમામ દેશોમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે ભારત માં પણ કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મૃત્યુ થયા છે..કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા Whatsapp Chatboat (વોટ્સએપ ચેટબોટ) નંબર તૈયાર કર્યો છે, જેમાં દેશનો કોઈ પણ નાગરિક મેસેજ કરીને કોરોના વાયરસ સબ

કોરોના વાયરસને કારણે દુનિયાના તમામ દેશોમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે ભારત માં પણ કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મૃત્યુ થયા છે..કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા Whatsapp Chatboat (વોટ્સએપ ચેટબોટ) નંબર તૈયાર કર્યો છે, જેમાં દેશનો કોઈ પણ નાગરિક મેસેજ કરીને કોરોના વાયરસ સબંધિત પ્રશ્નોના જવાબ મેળવી શકશે. ભારત સરકારે તેનું નામ MYGOV Corona Helpdesk (માય ગોવ કોરોના હેલ્પડેસ્ક) રાખવામાં આવ્યું છે. આ માટેનો વોટ્સએપ નંબર 9013151515 છે. આ વોટ્સએપ નંબરની મદદથી તમે કોરોના વાયરસ વિશે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઑથોરિટી ની મદદથી કોરોના વાયરસ સબંધિત પ્રશ્નોના જવાબો મેળવી શકો છો.


આ વિશેની માહિતી MYGOVIndia ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે 9013151515 નંબર પર નમસ્તે લખીને આપ કોરોના સંબંધિત માહિતી મેળવી શકો છો.



આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments