25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કોરોનાનો કહેર યથાવત, અમદાવાદ માહિતીખાતાના વધુ 4 કર્મચારીઓને કોરોના પોઝિટિવ...

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે તેનો સૌથી વધારે કહેર અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોના કહેર વચ્ચે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. કોરોના વાયરસે ગુજરાતી મીડિયામાં પ્રવેશ કર્યા બાદ આજે અમદાવાદ માહિતીખાતાના અધિકારીઓને પોતાની ઝપેટમાં લીધા છે.

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે તેનો સૌથી વધારે કહેર અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોના કહેર વચ્ચે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. કોરોના વાયરસે ગુજરાતી મીડિયામાં પ્રવેશ કર્યા બાદ આજે અમદાવાદ માહિતીખાતાના અધિકારીઓને પોતાની ઝપેટમાં લીધા છે. માહિતીખાતાના વધુ 4 કર્મચારીનો આજે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે અફડાતફડીનો માહોલ બનેલો છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ માહિતી ખાતાના આજે વધુ ચાર કર્મચારી સહિત કુલ પાંચ વ્યક્તિઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેમાં સિનિયર સબ એડિટર, કેમેરામેન, ટ્રાન્સલેટર અને ટ્રેનિંગ આવતા યુવકનો સમાવેશ થાય છે.

કોરોના મહામારીમાં એક પછી એક સરકારી કર્મચારીઓ સપડાઈ રહ્યા છે. અમદાવાદ માહિતી ખાતામાં ફરજ બજાવતા અને સિવિલ હોસ્પિટલમાં કોરોનાનું રીપોર્ટીંગ કરતા અધિકારીનો મંગળવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે બીજા 4 કર્મચારીના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ માહિતીખાતામાં અત્યારસુધી કુલ 5 કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તંત્ર દ્વારા અમદાવાદ માહિતી ખાતાની ઓફીસ પણ સીલ કરી દેવામાં આવી છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments