અમદાવાદમાં SRPના એક સાથે 17 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ...
અમદાવાદમાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ફરજ બજાવતા SRPના 17 જવાનોને કોરોના પોઝિટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. શહેરમાં ફરજ બજાવતા SRPના જવાન કોરોનાગ્રસ્ત થવાથી ફફડાટ વ્યાપ્યો છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે, ગોધરા A કંપનીના જવાનો અમદાવાદમાં બંદોબસ્તમાં હતા. ત્યારે તમામનો 2
અમદાવાદમાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ફરજ બજાવતા SRPના 17 જવાનોને કોરોના પોઝિટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. શહેરમાં ફરજ બજાવતા SRPના જવાન કોરોનાગ્રસ્ત થવાથી ફફડાટ વ્યાપ્યો છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે, ગોધરા A કંપનીના જવાનો અમદાવાદમાં બંદોબસ્તમાં હતા. ત્યારે તમામનો 22 એપ્રિલે કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપ્યો છે.
રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે સમગ્ર દેશમાં ગુજરાત બીજા નંબરે આવી ગયું છે. ત્યારે કોરોના ટેસ્ટિંગને લઈને છેલ્લા બે દિવસથી ઉઠી રહેલા સવાલોને લઈને આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ પોતાના હેલ્થ બુલેટિનમાં માહિતી આપી હતી. તેમણે અમદાવાદના હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં પણ એક્ટિવ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કર્યો છે.
આ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ આંકડો 2624 પર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 112 લોકોના મોત થયા છે, જ્યારે અત્યાર સુધી 258 લોકો સ્વસ્થ થયા છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com