ગુજરાતમાં કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરનો કોરોના ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ આવતાં SVP હોસ્પિટલમાં દાખલ...
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે હાલમાં જ કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખનું કોરોના વાયરસને કારણે નિધન થઈ ગયું છે ત્યારે હવે અમદાવાદમાં બહેરામપુરા વોર્ડના મહિલા કોર્પોરેટરને કમળા બહેન ચાવડાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.કોંગ્રેસનાં આ મહિલા કો
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે હાલમાં જ કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખનું કોરોના વાયરસને કારણે નિધન થઈ ગયું છે ત્યારે હવે અમદાવાદમાં બહેરામપુરા વોર્ડના મહિલા કોર્પોરેટરને કમળા બહેન ચાવડાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોંગ્રેસનાં આ મહિલા કોર્પોરેટર બે દિવસથી શારીરિક ગભરામણ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં હતાં. રવિવારે રાત્રે આ સમસ્યા વધી ગઈ હતી અને ગભરામણ વધી જવાવાથી તેમને SVP હોસ્પિટલમાં ભરતી કરાયાં હતાં. SVP હોસ્પિટલમાં ભરતી કરાયા બાદ રિપોર્ટ કઢાવતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ પછી તાત્કાલિક આ મહિલા કોર્પોરેટરને હોસ્પિટલમાં આઈસોલેશ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત બદરુદ્દીન શેખ અને કમળા બહેન બંને એકજ વોર્ડના કોર્પોરેટર છે. જેમાં બદરુદ્દીન શેખનું કોરોના વાયરસના કારણે નિધન થયું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઈસોલેસ વોર્ડમાં રખાયા હતા. જો કે ખેડાવાલા સારવાર લઈને સાજા થઈ ગયા છે જ્યારે બદરૂદ્દીન શેખનું કોરોનાવાયરસના ચેપના કારણે દુઃખદ નિધન થઈ ગયું હતું. ત્યારે કોંગ્રેસના વધુ એક મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને આ મહિલા કોર્પોરેટર બહેરામપુરા વોર્ડમાં કોર્પોરેટર છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com