25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કોરોના વાયરસના વધતા કેસોને લઈ રાજ્યના પોલીસવડાએ કર્ફ્યુંની મુદતમાં કર્યો વધારો...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે અને રાજ્યમાં કોરોના સંક્ર્મીતોની સંખ્યા 1939 પર પહોંચી ચુકી છે તેમજ મૃત્યુઆંક 71 થઇ ચુક્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઈને જે વિસ્તારો કોરોના હોટસ્પોટ છે ત્યાં 20 એપ્રિલ સુધી કર્ફ્યું લગાવવામાં આ

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે અને રાજ્યમાં કોરોના સંક્ર્મીતોની સંખ્યા 1939 પર પહોંચી ચુકી છે તેમજ મૃત્યુઆંક 71 થઇ ચુક્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઈને જે વિસ્તારો કોરોના હોટસ્પોટ છે ત્યાં 20 એપ્રિલ સુધી કર્ફ્યું લગાવવામાં આવ્યું હતું.

પરંતુ જે રીતે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે તેને લઈને રાજ્યના પોલીસવડાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, રાજ્યમાં જે વિસ્તારોમાં કોરોના કર્ફ્યું લગાવવામાં આવ્યું છે તેની મુદ્દતમાં વધારો કરવામાં આવે છે અને તેની મુદ્દત 20 એપ્રિલથી વધારીને 24 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવી છે. અમદાવાદ, સુરત અને રાજકોટના હોટસ્પોટ વિસ્તારોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત કરફ્યુમાં જે છૂટછાટ આપવામાં આવી હતી તેના નિર્ણયમાં તંત્ર દ્વારા અત્યારે હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાજ્યમાં સતત વધી રહેલા કેસોને લઈ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments