25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

યુનિવર્સિટીઓની પરીક્ષા અને આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ અંગે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય...

UGC ગાઈડલાઈન અનુસાર યુજીની ટર્મિનલ ફાઇનલ સેમિસ્ટર વર્ષની પરીક્ષા આગામી 25 જૂન 2020 થી અને પી.જી ની પ્રથમ વર્ષ અને ટર્મિનલ ફાઇનલ સેમેસ્ટર ની પરીક્ષાઓ પણ તારીખ 25 જૂન 2020 થી યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગે લીધો હોવાનું શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. પરીક્ષાનો સમય

UGC ગાઈડલાઈન અનુસાર યુજીની ટર્મિનલ ફાઇનલ સેમિસ્ટર વર્ષની પરીક્ષા આગામી 25 જૂન 2020 થી અને પી.જી ની પ્રથમ વર્ષ અને ટર્મિનલ ફાઇનલ સેમેસ્ટર ની પરીક્ષાઓ પણ તારીખ 25 જૂન 2020 થી યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગે લીધો હોવાનું શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. પરીક્ષાનો સમયગાળો બે કલાકનો તથા જરુર જણાયે મલ્ટીપલ શિફ્ટમાં રાખી શકાશે તથા પરીક્ષાઓ તાલુકા કક્ષાએ, સ્થાનિક કક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે.


વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે જો કોરોના મહામારી ના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન શક્ય બને તેમ ન હોય તો તે સંજોગોમાં ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર બે બે, ચાર, છ ના વિદ્યાર્થીઓ માટે 50% ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના 50% ગુણ આગળના સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે જેને મેરીટ લીસ્ટ તરીકે ઓળખવામાં આવશે. જો અગાઉના સેમેસ્ટરના ગુણ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં જેમાં વાર્ષિક પરીક્ષાઓ યોજાઈ છે તેવા કિસ્સામાં આંતરિક મૂલ્યાંકનના આધારે સો ટકા મૂલ્યાંકન કરવાનું રહેશે. જો વિદ્યાર્થી પોતાના ગ્રેડ માં સુધારો કરવા ઈચ્છે તો તે આગામી સેમેસ્ટરમાં લેવાનાર પરીક્ષામાં વિશેષ પરીક્ષા પણ આપી શકશે.

જો કોઈ વિદ્યાર્થી નાપાસ થયેલ હોય તો?



કોઈ વિષયમાં વિદ્યાર્થી નાપાસ થયેલ હોય તો પણ વર્ષ 2019-20 માટે તે વિદ્યાર્થીને કેરી ફોરવર્ડ કરીને બઢતી આપવાની રહેશે તથા આગામી સેમેસ્ટરમાં પરીક્ષા યોજાય ત્યારે તે વિષયમાં વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થવાનું રહેશે.

એડમિશમ ક્યારથી થશે શરૂ?



ACPC સિવાયના એડમિશન તારીખ 15 જૂન 2020 થી શરૂ થશે. પ્રવેશ માટે ઉપલબ્ધ સીટમાંથી 90% સીટ માટે એડમિશન હાલમાં આપવામાં આવશે. બાકીના 10% એડમિશન સીબીએસસી અને બાકીના બોર્ડના પરિણામ જાહેર થયેથી ઓગષ્ટ 2020 માં કરવામાં આવશે .વિજ્ઞાન પ્રવાહના કોર્સ ના પ્રવેશ ફોર્મ તારીખ 26 મે 2020 થી ઓનલાઈન યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવશે.

શૈક્ષણિક કાર્યની શરૂઆત ઓનલાઈન પદ્ધતિથી થશે.



શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે સેમેસ્ટર 3, 5 અને 7નું શૈક્ષણિક કાર્ય 21 જૂન 2019 થી શરૂઆત માં ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવશે. કોરોના મહામારીની પરિસ્થિતિ પૂર્ણ કે અનુકૂળ થાય પછી જ ફિઝિકલ ક્લાસ ચલાવવામાં આવશે. સેમેસ્ટર-1 તારીખ 1 ઓગષ્ટ 2020થી શરૂ કરાશે. Acpc કોર્સ માં લેવાયેલ અભ્યાસક્રમો માટે તારીખ 30 જુલાઈ 2020 ના રોજ ગુજસેટ લેવામાં આવશે. તેને ધ્યાને લઇ પ્રવેશ માટેનું કેલેન્ડર તૈયાર કરાશે.

આ ઉપરાંત કોરોના મહામારી દરમિયાન પરીક્ષાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ને લગતી વિદ્યાર્થીઓની મૂંઝવણ કે તેમના પ્રશ્નો માટે યુનિવર્સિટીએ અલાયદા સેલની રચના કરવાની રહેશે. કોરોના મહામારીને ધ્યાને રાખી શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે પરીક્ષા દરમિયાન માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ, સેનેટાઈઝર અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગેની પૂરતી કાળજી લેવાની રહેશે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments