25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય...

રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તારીખ 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના જાહેરનામાના

રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તારીખ 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણયની જાહેરાત કરી છે. આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે, IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 5૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યમાં પગરખાં દુકાનો, પાનના ગલ્લા, હેર સલૂન, આઈસ્ક્રીમ પાર્લર, નાસ્તા ફરસાણની દુકાનો, ઠંડા પીણાની દુકાનો ખોલવામાં આવશે નહીં.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments