25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાજ્યમાં કોરોના વાયરસના વધુ 33 કેસ પોઝીટીવ, મૃત્યુઆંક 28 પર પહોંચ્યો...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં કુદકે ને ભૂસકે વધારો થતો જોવા મળી રહ્યો છે, આજે સવારથી અત્યારસુધી વધુ પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા હતા. જેની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે સવારથી અત્યારસુધી (14/04/2020 Till 0

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં કુદકે ને ભૂસકે વધારો થતો જોવા મળી રહ્યો છે, આજે સવારથી અત્યારસુધી વધુ પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા હતા. જેની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.

જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે સવારથી અત્યારસુધી (14/04/2020 Till 07:50 Pm) વધુ 33 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા હતા જે પૈકી, અમદાવાદમાં 22, વડોદરામાં 6, ભાવનગરમાં 2, છોટા ઉદેપુરમાં 2, તેમજ આણંદમાં વધુ 1 કેસ નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં આજે વધુ 4 વ્યક્તિને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ કોરોના વાયરસથી વધુ 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

રાજ્યમાં વધુ 33 કેસ નોંધાતા સંક્ર્મીતોની સંખ્યા 650 પર પહોંચી ચુકી છે જે પૈકી 555 સ્ટેબલ, તેમજ 8 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1733 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 78 પોઝીટીવ ટેસ્ટ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 15984 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 650 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસથી રાજ્યમાં કુલ 28 લોકોના મૃત્યુ થયા છે. તેમજ 59 લોકોએ કોરોના વાયરસને અત્યારસુધીમાં મ્હાત આપી છે.

કોરોના વાયરસના 650 પોઝીટીવ કેસો પૈકી અમદાવાદમાં 373, રાજકોટમાં 18, કચ્છમાં 4, ગીર સોમનાથમાં 2, પાટણમાં 14, સાબરકાંઠામાં 1, વડોદરામાં 113, ગાંધીનગરમાં 16, મહેસાણામાં 4, પોરબંદરમાં 3, છોટા ઉદેપુરમાં 5, આણંદમાં 10, સુરતમાં 42, ભાવનગરમાં 26, જામનગરમાં 1, પંચમહાલમાં 2, મોરબીમાં 1, દાહોદમાં 2, બનાસકાંઠામાં 2, ભરૂચમાં 11 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments