કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ બે મહાનગરોની મુલાકાત લેશે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, મુલાકાતના પગલે કેબિનેટ બેઠક રદ...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે તેમજ દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી તંત્ર દ્વારા કોરોના વાયરસના વ્યાપને ઓછો કરવા માટે બનતા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આવતી કાલે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે તેમજ દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી તંત્ર દ્વારા કોરોના વાયરસના વ્યાપને ઓછો કરવા માટે બનતા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આવતી કાલે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી રાજકોટ અને વડોદરાની મુલાકાત લેવાના છે, રાજકોટ અને વડોદરાની મુલાકાતમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કોરોના વાયરસની પરિસ્થિતિની સમીક્ષા કરશે તેમજ જરૂરી પગલાઓ હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સૌ પ્રથમ રાજકોટની મુલાકાત લેશે ત્યારબાદ વડોદરાની મુલાકાત લેશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની 2 શહેરની મુલાકાતના પગલે દર બુધવારે યોજવામાં આવતી કેબિનેટ બેઠક પણ રદ કરવામાં આવી છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com