25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, રાજ્યના 3 જિલ્લાઓમાં હજી સુધી કોરોનાની દસ્તક નથી.

રાજ્યમાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સમયાંતરે નવા જિલ્લાઓમાં પણ કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યો છે. ગઈકાલે ડાંગમાં કેસ નોંધાયા બાદ આજે સુરેન્દ્રનગરમાં પણ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે.GOGABHAI BAVALIYA;AGE :61 Occupation: DriverNo Comorbidity factors,No symptoms at present, #Covid_19 Positive found today.Admitted at Gandhi hospital since April 23, 2020 at 6 am.Patient was found due to

રાજ્યમાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સમયાંતરે નવા જિલ્લાઓમાં પણ કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યો છે. ગઈકાલે ડાંગમાં કેસ નોંધાયા બાદ આજે સુરેન્દ્રનગરમાં પણ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે.


સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે રહેતા 61 વર્ષીય વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની છે. આમ હવે ગુજરાતના 30 જિલ્લા કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. હવે માત્ર 3 જ જિલ્લામાં કોરોનાનો પ્રવેશ બાકી છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી, દેવભૂમી દ્વારકા અને જૂનાગઢમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો.

બીજી તરફ અમદાવાદમાં સૌથી વધુ 1652 કેસ નોંધાયા છે અને 69 લોકોના મોત થયા છે. વળી, આજે ગાંધીનગરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે અહીં એક ડોકટરને કોરોના પોઝિટિવ આવ્યો છે. જો સમગ્ર રાજ્યની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરનાથી ગુજરાતમાં 112 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 2626 લોકો કોરોનાગ્રસ્ત થઈ ચુક્યા છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments