25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

દેશની બીજી કોરોના વેકસીન તૈયાર, ગુજરાતની આ કંપનીને મળી હ્યુમન ટ્રાયલની મંજૂરી...

ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ COVID-19 ના વેક્સીન ફેઝ 1 અને ફેઝ 2 ના માનવ પરીક્ષણને શરૂ કરવા અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાને પરમિશન આપી દીધી છે. આ પરમિશન મેળવનાર ઝાયડસ કેડિલા દેશની બીજી કંપની છે. આ પહેલા હૈદરાબાદ સ્થિતિ ભારત બાયોટેક કંપનીને આ પરમિશન આપવામાં આવી છે. દુનિયા

ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ COVID-19 ના વેક્સીન ફેઝ 1 અને ફેઝ 2 ના માનવ પરીક્ષણને શરૂ કરવા અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાને પરમિશન આપી દીધી છે. આ પરમિશન મેળવનાર ઝાયડસ કેડિલા દેશની બીજી કંપની છે. આ પહેલા હૈદરાબાદ સ્થિતિ ભારત બાયોટેક કંપનીને આ પરમિશન આપવામાં આવી છે. દુનિયાભરના ડ્રગ નિર્માતા કોરોના વાયરસની વિરુદ્ધ એક વેક્સીન તૈયાર કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ કંપનીને આ મામલે સફળતા મળી નથી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દેશમાં તેજીથી વધી રહેલ COVID-19 ની મહામારાને જોતા એક્સપર્ટસ સમિતિની અનુમતિ બાદ આ એપ્રુવલની પ્રોસેસને ફાસ્ટ કરવામાં આવી હતી. ઝાયડસ કેડિલાનો દાવો છે કે, તેની આ વેક્સીન પ્રાણીઓ પર કરવામાં આવેલ ટ્રાયલ પર કારગર સાબિત થઈ છે. ઝાયડસ કેડિલાએ પ્રાણીઓ પર કરવામાં આવેલ પરીક્ષણોનો રિપોર્ટ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને સોંપ્ય હતો. જેના પર રિસર્ચ બાદ ડીજીજીઆઈના ડો. વીજી સોમાની (Dr VG Somani) એ કોરોનાની વેક્સીનના માનવ પરીક્ષણના પ્રથમ અને બીજા ફેઝ માટે મંજૂરી આપી દીધી છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments