કોરોના સંકટને લઈ પ્રવાસી મજૂરોની અવર જવર પર સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર...
કોરોનાના સંકટ વચ્ચે પ્રવાસી મજૂરોના પરિવહનનો મુદ્દો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. જનહિતની એક અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દે તપાસ કરવાનો અને બે રાજ્યો વચ્ચે મજૂરોના પરિવહન મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ સુપ્રીમ કોર્ટે બે રાજ્
કોરોનાના સંકટ વચ્ચે પ્રવાસી મજૂરોના પરિવહનનો મુદ્દો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. જનહિતની એક અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દે તપાસ કરવાનો અને બે રાજ્યો વચ્ચે મજૂરોના પરિવહન મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ સુપ્રીમ કોર્ટે બે રાજ્યો વચ્ચે મજૂરોની અવર-જવર બંધ નથી થઈ તે જાણકારીને કઈ રીતે ચકાસી શકાય તેવો સવાલ પણ કર્યો હતો.
અરજીકર્તાએ કોર્ટને જણાવ્યું કે, કેટલીક રાજ્ય સરકારો તેઓ લોકોને તેમના મૂળ ગામ પાછા મોકલી દેશે તેમ કહી રહી છે પરંતુ ગૃહ મંત્રાલયે કોઈ પણ જાતની અવર-જવર પ્રતિબંધિત કરેલી છે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ ગૃહ મંત્રાલયે મજૂરો માટે દિશાનિર્દેશ બહાર પાડ્યા હોવાનું પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલયે થોડા સમય પહેલા મજૂરોની અવર-જવર માટે સ્ટેન્ડ ઓપરેટિંગ સિસ્ટમ જાહેર કરી હતી. તેમાં મજૂરોને કોઈ પણ પ્રકારની આંતર રાજ્યીય અવર-જવરની મંજૂરી ન હોવાનું કહેવામાં આવ્યું હતું.
ગૃહ સચિવ અજય ભલ્લાએ લોકડાઉનના કારણે દેશના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા મજૂરોને કેટલીક શરતો સાથે રાજ્યમાં તેમના કામના સ્થળોએ જવાની મંજૂરી આપવામાં આવશે તેમ જાહેર કર્યું હતું. જો કે, લોકડાઉન ત્રીજી મે સુધી વધારવામાં આવ્યું છે ત્યાં સુધી મજૂરોને કોઈ પણ જાતની આંતર રાજ્યીય અવર-જવરની પરવાનગી નહીં મળે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com