25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કોરોનાનો કચ્છમાં પ્રવેશ પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયો, રાજ્યમાં કુલ 14 કેસ પોઝીટીવ, કોરોના સામે લડવા તંત્ર સજ્જ...

કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે કચ્છમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયો છે . કચ્છમાં એક મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કચ્છના લખપતમાં એક મહિલાનો રીપોર્ય પોઝીટીવ આવ્યો છે. આ મહિલા સાઉદી અરબથી પરત ફરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસેને દિવસે કોરોના કેસનà

કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે કચ્છમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયો છે . કચ્છમાં એક મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કચ્છના લખપતમાં એક મહિલાનો રીપોર્ય પોઝીટીવ આવ્યો છે. આ મહિલા સાઉદી અરબથી પરત ફરી હતી.


ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કચ્છમાં પણ એક મહિલાનો કેસ પોઝીટીવ આવ્યો છે. આ મહિલાની સાથે સંપર્કમાં આવનાર અન્ય લોકોની પણ તપાસ શરુ કરવામાં આવી છે. લખપતની 59 વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

ગઈ કાલે કચ્છમાં એકજ દિવસમાં 6 જેટલા સસ્પેક્ટેડ કેસો સામે આવ્યા હતા તમામને ભુજની જનરલ હોસ્પીટલના આઈસોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અત્યારે હાલ ગુજરાતમાં કોરોનાના કુલ 14 કેસ પોઝીટીવ આવ્યા છે જેમાંથીં 3 કેસ વડોદરામાં, 3 સુરતમાં, 5 અમદાવાદમાં, 1 ગાંધીનગરમાં, 1 રાજકોટમાં અને 1 કેસ કચ્છમાં નોંધવામાં આવ્યો છે...  


દુનિયામાં કોરોના વાયરસની ઝપેટમાં આશરે 2 લાખ 70 હજાર લોકો આવી ગયા છે અને 11000 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં કુલ 258 લોકો સંક્રમિત છે અને 4 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્ર 63 કેસો સાથે સૌથી વધારે અસરગ્રસ્ત છે તો ગુજરાતમાં સંક્રમિત લોકોની સંખ્યા 14 થઇ ગઈ છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments