25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

21 દિવસ બાદ લોકડાઉન વધશે કે નહિ? દેશભરમાં ચાલી રહેલી લોકડાઉન લંબાવવાની અટકળનો આવ્યો અંત, કેન્દ્રીય ગૃહ સચિવનું મોટું નિવેદન...

દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે મોદી સરકાર દ્વરા 24 માર્ચના રોજ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્યારે દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે દિવસેને દિવસે કોરોનાના પોઝીટીવ કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ વધતા જતા કેસને લઈન

દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે મોદી સરકાર દ્વરા 24 માર્ચના રોજ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્યારે દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે દિવસેને દિવસે કોરોનાના પોઝીટીવ કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ વધતા જતા કેસને લઈને દેશભરમાં એવી અટકળો ચાલી રહી હતી કે, આ લોકડાઉન લંબાશે કે કેમ! તો આવી અટકળોને લઈને હાલમાં જ કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબા નું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.

કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં 21 દિવસ બાદ લોકડાઉન લંબાવવાનો સરકારનો અત્યારે કોઈ પ્લાન નથી, એટલે કે આગામી 21 દિવસ બાદ લોકડાઉન વધારવામાં આવશે નહિ. લોકોને 21 દિવસ બાદ મળશે રાહત.


ઉલ્લેખનીય છે કે દેશભરમાં ચાલી રહેલા કોરોનાના કહેર વચ્ચે મોદી સરકાર દ્વારા 24 મી માર્ચના રોજ 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું. આ લોકડાઉન 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે. તેવામાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે 21 દિવસ બાદ સરકાર લોકડાઉન વધારવાનો પ્લાન કરી રહી છે, તેવામાં કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં સરકાર દ્વારા લોકડાઉનની સમય મર્યાદા વધારવાનો કોઈ પ્લાન નથી.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments