મહારાષ્ટ્રમાં વધતો જતો કોરોનાનો વ્યાપ, મુંબઈમાં 53 પત્રકારો કોરોના પોઝીટીવ...
સમગ્ર દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધવામાં આવ્યા છે, જેમાં ઘણા સરકારી કર્મીઓ પણ કોરોના વાયરસનો ભીગ બન્યા છે. ત્યારે મુંબઈમાં વધુ 53 પત્રકારોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં હડકંપ મચી ગયો છે.ઉલ્લેખન
સમગ્ર દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધવામાં આવ્યા છે, જેમાં ઘણા સરકારી કર્મીઓ પણ કોરોના વાયરસનો ભીગ બન્યા છે. ત્યારે મુંબઈમાં વધુ 53 પત્રકારોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં હડકંપ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે સોમવારના રોજ શિવસેનાના નેતા અને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સમિતિના સભ્ય અમે ઘોલેએ જણાવ્યું હતું કે, પરીક્ષણ માટે મુંબઈના 167 પત્રકારોના નમૂના લેવામાં આવ્યા હતા, તે ઉપરાંત 53 પત્રકારો કોરોના પોઝીટીવ જોવા મળ્યા છે. 53 પત્રકારો પૈકી ચેનલ અને ન્યુઝ પેપરના રિપોર્ટર અને ફોટોગ્રાફરનો સમાવેશ થાય છે.
આ અગાઉ પણ મુંબઈમાં કેટલાક પત્રકારો કોરોના પોઝીટીવ જોવા મળ્યા હતા અને ત્યારબાદ હવે વધુ 53 પત્રકારોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તેમજ મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો 4483 પર પહોંચી ચુક્યો છે. તેમજ મુંબઈમાં 2724 લોકો કોરોના વાયરસના ભરડામાં આવી ગયા છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com