25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

મહેસાણા પોલીસની કામગીરી થી પ્રભાવિત થઈ લિટલ ગર્લ RJ પાનેરી પોલીસ મથક પહોંચી...!

બાળકની નિખાલસતા, નિર્દોષ પ્રેમ અને સચ્ચાઈ પાસે હરકોઈ ઝૂકે છે. કારણ કે બાળકના મંતવ્ય અને રજુઆતમાં પારદર્શકતા અને સચ્ચાઈનો રણકાર હોય છે. આવી જ એક બાળકી આજે મહેસાણા પોલીસની કામગીરી થી પ્રભાવિત બની એ ડીવિઝન મથકે પહોંચી હતી.!આ બાળકી બીજું કોઈ નહિ પરંતુ ટોપ એફએમની ટોપ ટેણી તરીકે જાણીતી મહેસા

થેંક્યું મહેસાણા પોલીસ કહીને પોલીસ અધિકારીને સલામી આપી
બાળકની નિખાલસતા, નિર્દોષ પ્રેમ અને સચ્ચાઈ પાસે હરકોઈ ઝૂકે છે. કારણ કે બાળકના મંતવ્ય અને રજુઆતમાં પારદર્શકતા અને સચ્ચાઈનો રણકાર હોય છે. આવી જ એક બાળકી આજે મહેસાણા પોલીસની કામગીરી થી પ્રભાવિત બની એ ડીવિઝન મથકે પહોંચી હતી.!


આ બાળકી બીજું કોઈ નહિ પરંતુ ટોપ એફએમની ટોપ ટેણી તરીકે જાણીતી મહેસાણાની RJ પાનેરી પોતે હતી. ગુજરાતમાં સૌથી નાની વયે રેડિયો જોકી બનેલી મહેસાણાની પાનેરી તેના વિશેષ અંદાજ થી ખૂબ લોકપ્રિય છે.


RJ પાનેરી એ કહ્યું કે કોરોના મહામારી વચ્ચે જિલ્લા પોલીસ વડા મનીષસિંગના માર્ગદર્શન નીચે મહેસાણા પોલીસ દ્વારા જે કામગીરી થઈ રહી છે. તે ખૂબ ગમી છે, એટલે પોતે રૂબરૂ સલામ કરવા અને થેંક્યું કહેવા આવી છે.!

મહેસાણાના તમામ બાળકો વતી RJ પાનેરી એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.ધર્મિષ્ટા ગોસ્વામી ને મળીને સલામ કરી અને પુષ્પ વર્ષા કરી  હતી. થેંક્યું મહેસાણા પોલીસ તેમ કહી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. 


મહિલા પી.આઈ. ડી.બી ગોસ્વામી એ પણ બાળકીની લાગણી સ્વીકારી તેમને આવકારી હતી. લિટલ ગર્લ પાનેરી સાથે પોલીસ અધિકારીએ વાત કરી અને તેની સમજ અને શિસ્તની સરાહના કરી હતી. અને ચોકલેટ આપી મો મીઠું કરાવ્યું હતું.

આમ નાના બાળકો પણ મહેસાણા પોલીસ ની સરાહનીય કામગીરી થી ખુશ થઈ અભિવાદન કરી રહ્યા છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments