દેશમાં ડોકટરો પર થયેલા હુમલાથી સલમાન ખાન લાલઘુમ, જાણો શું કહ્યું...
સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં લઈને લોકડાઉનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દેશમાં કોરોના વાયરસના વધતા કેસોને લઈને ડોક્ટર તેમજ નર્સીસ પોતાની કામગીરી ખુબજ સારી રીતે કરી રહ્યા છે ત્યારે ક્યાંકને ક્યાંક દેશમાં ડોકટરો પર હુમલાના બનાવો પ
સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં લઈને લોકડાઉનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દેશમાં કોરોના વાયરસના વધતા કેસોને લઈને ડોક્ટર તેમજ નર્સીસ પોતાની કામગીરી ખુબજ સારી રીતે કરી રહ્યા છે ત્યારે ક્યાંકને ક્યાંક દેશમાં ડોકટરો પર હુમલાના બનાવો પણ ધ્યાનમાં આવ્યા છે.
સલમાન ખાને જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયગાળામાં લોકોએ ગ્થારની બહાર નીકળવું ના જોઈએ. તેમજ દેશમાં સેવા આપી રહેલા ડોકટરો તેમજ પોલીસની કામગીરીની સલમાનખાને ખુબજ પ્રસંશા કરી હતી. તેમજ દેશમાં જે વિસ્તારોમાં ડોકટરો પર હુમલા થઇ રહ્યા છે તેને સલમાનેખાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. આ ઉપરાંત સલમાનેખાને લોકોને પોતાના તમામ કામો ઘરમાં બેસીને જ કરવા માટે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બોલીવુડના મોટા ભાગના સ્ટાર્સ વીડિયોના માધ્યમથી લોકોને ઘરમાં રહેવાનો સંદેશ આપતા નજરે પડી રહ્યા છે. સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરીને દેશમાં ડોકટરો પર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com