25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાજ્યમાં કોરોના વાયરસના વધુ 46 કેસ પોઝીટીવ, આ સાથે જ રાજ્યમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 300 ને પાર...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ગઈ કાલ સાંજ થી લઈને આજે સવાર સુધી વધુ 46 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા હતા. ત્યારે કાલે સાંજ થી લઈને અત્યારસુધી વધુ પોઝીટીવ કેસો નોંધવામાં આવ્યા હતા જેની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.જયં

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ગઈ કાલ સાંજ થી લઈને આજે સવાર સુધી વધુ 46 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા હતા. ત્યારે કાલે સાંજ થી લઈને અત્યારસુધી વધુ પોઝીટીવ કેસો નોંધવામાં આવ્યા હતા જેની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.

જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કાલ સાંજ થી અત્યારસુધી (10/04/2020 Till 10:50Am) માં વધુ 46 પોઝીટીવ કેસો નોંધવામાં આવ્યા હતા, જે પૈકી અમદાવાદમાં 11, પાટણમાં 2, વડોદરામાં 17, રાજકોટમાં 5, કચ્છમાં 2, ભરૂચમાં 4, ગાંધીનગરમાં 1, ભાવનગરમાં 4 કેસ નોંધવામાં આવ્યા હતા. રાજ્યમાં વધુ 46 પોઝીટીવ કેસ નોંધાતા કોરોના વાયરસના કુલ 308 કેસો નોંધવામાં આવ્યા છે.

આ ઉપરાંત જયંતી રવીએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2 લોકોના મૃત્યુ થયા છે. તે ઉપરાંત આજે 4 વ્યક્તિને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ તેમને જણાવ્યું હતું કે હજી પણ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ શકે છે પરંતુ લોકોએ ડરવાની જરૂર નથી. આ ઉપરાંત જયંતી રવીએ કહ્યું હતું કે, રાજ્યમાં કોરોના દર્દીનો મૃત્યુઆંક 19 પર પહોંચી ચુક્યો છે. આ ઉપરાંત અમદાવાદના એક ડોકટરનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.

રાજ્યમાં 308 કેસો પૈકી અમદાવાદ 153, સુરત 24, રાજકોટ 18, વડોદરા 39, ગાંધીનગર 14, ભાવનગર 22, કચ્છ 4 , મહેસાણા 2, ગીર સોમનાથમાં 2, પોરબંદર 3, પંચમહાલ 1, પાટણમાં 14, છોટા ઉદેપુર 2, જામનગર, મોરબી, સાબરકાંઠા, દાહોદ 1-1 કેસ તેમજ આણંદમાં 2 કેસ નોંધવામાં આવ્યા છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments