25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

તબલીગી જમાતના કારણે રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો, આજે વધુ 55 પોઝીટીવ કેસ નોંધાયા...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં કુદકે ને ભૂસકે વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં રાજ્યમાં સૌથી વધારે પોઝીટીવ કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે, જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આ તમામ માહિતી આપી હતી.જયંતી રવિના જણાવ્યા પ્રમાણે ગઈકાલ સાંજ થી અત્યારસુધીમાં રાજ્યમાં વધુ 55 પોઝીટીવ

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં કુદકે ને ભૂસકે વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં રાજ્યમાં સૌથી વધારે પોઝીટીવ કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે, જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આ તમામ માહિતી આપી હતી.

જયંતી રવિના જણાવ્યા પ્રમાણે ગઈકાલ સાંજ થી અત્યારસુધીમાં રાજ્યમાં વધુ 55 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે,
જે પૈકી 50 કેસ અમદાવાદમાં, સુરતમાં 2, દાહોદ, આણંદ, છોટા ઉદેપુરમાં 1-1 કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ અમદાવાદના એક 48 વર્ષીય પુરુષનું SVP હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું છે, તેમજ 1 વ્યક્તિને ડીસ્ચાર્જ કરવામાં આવી છે.

આ ઉપરાંત જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં એકસાથે 55 કેસ નોંધાય તે કોઈ આશ્ચર્યજનક બાબત નથી, આ તમામ કેસોમાં તબલીગી જમાતના કારણે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ટેસ્ટીંગ વધતા જ કોરોના પોઝીતીવની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. 55 કેસો પૈકી 50 કેસ અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના નોંધવામાં આવ્યા છે.

રાજ્યમાં વધુ 55 કેસ નોંધાતા કોરોના સંક્ર્મીતની સંખ્યા 241 થઇ ગઈ છે. જે પૈકી અમદાવાદમાં 133, સુરતમાં 25, રાજકોટમાં 11, વડોદરામાં 18, ગાંધીનગરમાં 13, ભાવનગરમાં 18, કચ્છ 2, મહેસાણા 2, ગીર સોમનાથ 2, પોરબંદરમાં 3, પંચમહાલ 1, છોટા ઉદેપુર 2, જામનગર 1, મોરબી 1, આણંદ 2, દાહોદ 1, સાબરકાંઠા 1, તેમજ પાટણમાં 5 કેસ પોઝીટીવ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 17 પર પહોંચી ચુક્યો છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments