25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાજ્યમાં કોરોના વાયરસના વધુ 23 પોઝીટીવ કેસ નોંધાતા સંક્ર્મીતોની સંખ્યા 500 ને પાર...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે સવાર થી અત્યાર સુધી કોરોના વાયરસના વધુ કેટલાક પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા હતા. જેની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.જયંતી રવિના જણાવ્યા પ્રમાણે રાજ્ય

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે સવાર થી અત્યાર સુધી કોરોના વાયરસના વધુ કેટલાક પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા હતા. જેની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.

જયંતી રવિના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આજે સવાર થી લઈને અત્યાર સુધી (12/04/2020 Till 07:50 Pm) કોરોના વાયરસના 23 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે જે પૈકી અમદાવાદમાં 16, વડોદરામાં 6, તેમજ આણંદમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

રાજ્યમાં વધુ 23 પોઝીટીવ કેસ નોંધાતા સંક્ર્મીતની સંખ્યા 516 થઇ ગઈ છે. જે પૈકી 444 સ્ટેબલ છે, તેમજ 4 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં 24 વ્યક્તિના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 44 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 11715 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 516 પોઝીટીવ કેસ, 10667 નેગેટીવ કેસ તેમજ 332 ટેસ્ટ પેન્ડીંગ છે.

રાજ્યમાં નોંધાયેલા 516 કેસો પૈકી,અમદાવાદમાં 282, સુરતમાં 28, રાજકોટમાં 18, વડોદરામાં 101, ગાંધીનગરમાં 15, ભાવનગરમાં 23, કચ્છ 4, મહેસાણા 2, ગીર સોમનાથ 2, પોરબંદરમાં 3, પંચમહાલ 1, છોટા ઉદેપુર 3, જામનગર 1, મોરબી 1, આણંદ 8, દાહોદ 1, સાબરકાંઠા 1, ભરૂચ 8 તેમજ પાટણમાં 14 કેસ પોઝીટીવ નોંધવામાં આવ્યા છે

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments