25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

મોદી-ટ્રમ્પ પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું જીવન રક્ષક દવા પહેલા ભારતીયોને મળવી જોઈએ...

કોરોના વાયરસ સામેના જંગમાં તમામ દેશો સામે આવી ગયા છે, જેની વચ્ચે ભારત સરકાર દ્વારા આજે મેલેરિયાની દવા હાઇડ્રોક્લોરોક્વીન દવાની નિકાસ પર આંશિક પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત મેલેરિયાની દવા વિશ્વમાં સૌથી વધારે ઉત્પન્ન કરતો દેશ છે.અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

કોરોના વાયરસ સામેના જંગમાં તમામ દેશો સામે આવી ગયા છે, જેની વચ્ચે ભારત સરકાર દ્વારા આજે મેલેરિયાની દવા હાઇડ્રોક્લોરોક્વીન દવાની નિકાસ પર આંશિક પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત મેલેરિયાની દવા વિશ્વમાં સૌથી વધારે ઉત્પન્ન કરતો દેશ છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસે મેલેરિયાની દવા માંગી હતી, અને ચેતવણી આપી હતી કે જો ભારત મેલેરિયાની દવાના નિકાસ પર પ્રતિબંધ નહિ હટાવે તો જોઈ લઈશું. ત્યારબાદ ભારત સરકાર દ્વારા હાઇડ્રોક્લોરોક્વીનની નિકાસ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે,કોરોના વાયરસ સામેના જંગમાં ભારતે બીજા દેશોની મદદ કરવી જોઈએ પરંતુ જીવનરક્ષક દવા પહેલા ભારતીયોને મળવી જોઈએ.

રાહુલ ગાંધીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ભારતનું અપમાન ગણાવ્યું છે. તેમજ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, "મિત્રોમાં બદલાની ભાવના? સંકટના સમયમાં ભારતે બીજા દેશોની મદદ જરૂર કરવી જોઈએ પરંતુ જીવનરક્ષક દવાઓ પહેલા ભારતીયઓને પુરતી માત્રામાં ઉપલબ્ધ કરાવવી જોઈએ."



આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments