25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સુરતમાં કાળજું કંપાવી નાખે તેવી ઘટના: અનાજ, પૈસા ખૂટી જતા ગર્ભવતી પત્ની સામે જ યુવકે ઝેરી દવા ગટગટાવી...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસ કાળો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકતો નથી, જેના લીધે સૌથી ખરાબ હાલત રોજ બરોજ કામ કરીને પેટીયું રડતા કામદારોની થઇ છે. સરકારે સહાય આપવાની જાહેરાત કરી પરંતુ અમુક લોકો સુધી સરકારી સહાય પહોંચી શક્તિ નથી, આજે સુરતમાં કાળજું કંપાવી ન

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસ કાળો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકતો નથી, જેના લીધે સૌથી ખરાબ હાલત રોજ બરોજ કામ કરીને પેટીયું રડતા કામદારોની થઇ છે. સરકારે સહાય આપવાની જાહેરાત કરી પરંતુ અમુક લોકો સુધી સરકારી સહાય પહોંચી શક્તિ નથી, આજે સુરતમાં કાળજું કંપાવી નાખે તેવી એક ઘટના સામે આવી છે. સુરતના ગડોદારમાં યુવકે આર્થિક તંગીના કારણે પોતાની ગર્ભવતી પત્નીની સામે જ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

કોરોના વાયરસની વચ્ચે આર્થિક સંક્રમણને લઈને સુરતમાં એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. સુરતના ગોડાદરામાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે, ઘરમાં અનાજ અને પૈસા ખૂટી જતા જ યુવકે ઝેરી દવા ગટગટાવી. ગર્ભવતી પત્ની સામે જ યુવકે ઝેરી દવા પીધી હતી. લોકડાઉનમાં યુવકને રોજગાર ન મળતા આ રીતનું પગલું ભર્યું હતું, લીંબાયત પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ યુવક સ્મીમેર હોસ્પીટલમાં ICU માં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. યુવકને બે પુત્રીઓ છે.

લોકડાઉન બાદ ઘરમાં અનાજ અને ખિસ્સામાં રૂપિયા ન હોવાથી માનસિક તણાવમાં રહેતો હતો જેને લઈને પરિવાર માટે જમવાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડી રહી હતી, સંતાનોને ભૂખ્યા જોઈ આર્થિક સંકડામણ અનુભવતા યુવકે આવેશમાં આવીને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments