25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પીઠનો દુખાવો દૂર કરવા કરો આ આસન અને શરીરને તંદુરસ્ત રાખો

જો તમે પીઠના દુખાવા, થાક અને વધતા વજનથી ચિંતિત છો તો શલભાસન કરવાથી ફાયદો થશે. શલભ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ ટીકડું કે ખડમાકડી થાય છે. શલભાસન સાયટીકા અને પીઠના નીચલા ભાગના દુખાવામાંથી રાહત આપે છે. તે પાચનમાં સુધારો કરે છે અને સ્નાયુઓને આકાર આપે છે.આ રીતે કરો આસનશલભાસન કરવા માટે પહેલા તમાર

જો તમે પીઠના દુખાવા, થાક અને વધતા વજનથી ચિંતિત છો તો શલભાસન કરવાથી ફાયદો થશે. શલભ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ ટીકડું કે ખડમાકડી થાય છે. શલભાસન સાયટીકા અને પીઠના નીચલા ભાગના દુખાવામાંથી રાહત આપે છે. તે પાચનમાં સુધારો કરે છે અને સ્નાયુઓને આકાર આપે છે.

આ રીતે કરો આસન

શલભાસન કરવા માટે પહેલા તમારે મકરસનની મુદ્રામાં આવવું પડશે. જમીન પર પેટના બળે સૂઈ જવું અને તમારા પગને એકબીજાથી દૂર રાખો
તમારા માથાને તમારા હથેળી પર મૂકો. હવે, મકર આસનથી આગળ વધો, તમારા બંને પગને એક સાથે જોડી લો.
હવે બંને હાથને શરીરની નજીક એવી રીતે રાખો કે બંને હથેળી આકાશ તરફ તરફ હોય અને તમારી દાઢી જમીન પર હોય.
હવે ઊંડો શ્વાસ લેતા માત્ર તમારા હિપ્સની મદદથી તમારા પગને જમીનની તરફથી ઉપર કરો.
તમારા ઘૂંટણને વાળ્યા વગર તમે તમારા પગને શક્ય હોય એટલા ઉંચા કરો
તમારા પગને ઉપરની તરફ રાખવા માટે તમે તમારા હાથનો ઉપયોગ કરી શકો છો જેનાથી તમે તમારા શરીરને સ્થિર રાખી શકો.
હવે સામાન્ય રીતે શ્વાલ સો અને છોડો અને 10-20 સેકન્ડ સુધી આરામદાયક રહો
10-20 સેકન્ડ સુધી આ આસનમાં રહ્યા બાદ ધીમે ધીમે શ્વાસ છોડતા તમારા પગને જમીન પર લાવો.
હવે થોડા સમય સુધી મકરાસનમાં આવ્યા બાદ આરામ કરો.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments