25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

જેમ્સ એન્ડરસને પ્રાપ્ત કરી મોટી સિદ્ધી, ટેસ્ટ ક્રિકેટમાં આ કારનામું કરનાર પ્રથમ ઝડપી બોલર બન્યા

લોડર્સમાં ઐતિહાસિક મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસને એક મોટી સિદ્ધી પ્રાપ્ત કરી લીધી છે. વાસ્તવમાં, જેમ્સ એન્ડરસન હવે ટેસ્ટ ક્રિકેટમાં ૩૫૦૦૦ થી વધુ બોલ ફેંકનાર દુનિયાના પ્રથમ ઝડપી બોલર બની ગયા છે.જેમ્સ એન્ડરસન ભા

James Andersen, James Andersen Test Match, James Andersen record, James Andersen news, sports , cricket , cricket news, england, india vs england, india vs england test match
લોડર્સમાં ઐતિહાસિક મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસને એક મોટી સિદ્ધી પ્રાપ્ત કરી લીધી છે. વાસ્તવમાં, જેમ્સ એન્ડરસન હવે ટેસ્ટ ક્રિકેટમાં ૩૫૦૦૦ થી વધુ બોલ ફેંકનાર દુનિયાના પ્રથમ ઝડપી બોલર બની ગયા છે.

જેમ્સ એન્ડરસન ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચ દરમિયાન આ સિદ્ધી પર પહોંચી ગયા છે. જેમ્સ એન્ડરસન પહેલા ત્રણ સ્પિનર્સ આ કારનામું કરી ચુક્યા છે. તેનો અર્થ છે કે, ઓવરઓલ જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં ૩૫,૦૦૦ થી વધુ બોલ કરનાર દુનિયાના પ્રથમ ઝડપી બોલર અને કુલ ચોથા બોલર છે. 

આ યાદીમાં શ્રિલંકાના મુથૈયા મુરલીધરન (44,039 બોલ), ભારતના અનિલ કુંબલે (40,850) અને ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન (40,705) પણ સામેલ છે. જ્યારે ઝડપી બોલરોમાં તેમના બાદ વેસ્ટ ઇન્ડીઝના કર્ટની વોલ્શ (30,019 બોલ), ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ (29,863) અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રા (29,248) નો નંબર આવે છે.

૨૨ મે ૨૦૦૩ ના લોર્ડ્સના મેદાન પર ઝિમ્બાબ્વે સામે ડેબ્યુ કરનાર જેમ્સ એન્ડરસને પોતાની પ્રથમ ટેસ્ટની પ્રથમ જ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. ત્યાર બાદ સતત ટેસ્ટ ક્રિકેટમાં તેમનો બોલબાલા રહ્યો છે. ટેસ્ટમાં ઝડપી બોલર તરીકે દુનિયાના સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. 

પોતાની ૧૬૪ મી ટેસ્ટ મેચ રમનાર જેમ્સ એન્ડરસને અત્યાર સુધી ૬૨૧ વિકેટ લીધી છે અને તે સર્વાધિક વિકેટ લેનાર બોલરોમાં મુરલીધરન (૮૦૦) અને શેન વોર્ન (૭૦૮) બાદ ત્રીજા નંબર પર છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

મુથૈયા મુરલીધરન- 800 વિકેટ (શ્રીલંકા)

શેન વોર્ન - 708 વિકેટ (ઓસ્ટ્રેલિયા)

જેમ્સ એન્ડરસન - 621 વિકેટ (ઇંગ્લેન્ડ)

અનિલ કુંબલે -  619 વિકેટ (ભારત)


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments