25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

‘પાલક માતા પિતા યોજના’ અન્વયે પિતાનું મૃત્યુ, માતાના પુનઃ લગ્ન હોય તેવા બાળકોને મહિને રૂ.૩,૦૦૦/- મળશે

બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો અન્ય કોઇ વિકલ્પ નથી. જેથી ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા- જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ૦ થી ૧૮ વર્ષના અનાથ અને નિરાધાર બાળકો માટે ‘પાલક માતા પિતા યોજના’ સમગ્ર રાજયમાં અમલી બનાવાઇ છે. આ યોજના અન્àª

બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો અન્ય કોઇ વિકલ્પ નથી. જેથી ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા- જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ૦ થી ૧૮ વર્ષના અનાથ અને નિરાધાર બાળકો માટે ‘પાલક માતા પિતા યોજના’ સમગ્ર રાજયમાં અમલી બનાવાઇ છે.

 આ યોજના અન્વયે જે બાળકના માતા અને પિતા બંને મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળે છે. જેમાં બાળકને રૂ.૩૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. ‘પાલક માતા પિતા યોજના’માં થયેલ નવા સુધારા મુજબ જે બાળકના પિતાનું મૃત્યુ થયેલ છે અને માતાએ પુન:લગ્ન કરી લીધા છે તેવા બાળકોને પણ આ યોજનાનો લાભ મળી શકશે. આવા બાળકોનું હિત જળવાય અને તેને સુરક્ષિત/સંતુલિત જીવન વિતાવી શકે તેવા હેતુસર સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજનાનો સુધારો કરવામાં આવેલ છે. બાળકનો અભ્યાસ જયાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. વધુ માહિતી માટે જિલ્લા અને બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરો

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments