25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગેસજોડાણની બંધ સબસીડી ચાલુ કરવાની માંગ સાથે પંચમહાલ યૂથ કોંગ્રેસનુ તંત્રને આવેદન...

ગોધરા: પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે  પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જીલ્લાના ગેસ જોડાણ  ઘરાવનાર ગ્રાહકોની સબસીડી છેલ્લા માસથી બંધ હોઈ તાત્કાલિક ગ્રાહકોના ખાતામાં નાખવા માટે માટે જીલ્લા પુરવઠા તંત્રને લેખિત આવેદન આપીને  રજુઆત કરવામા આવી છે. પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ

youth congress gujarat, 25kalak , પંચમહાલ યૂથ કોંગ્રેસ, panchmahal youth congress

ગોધરા: પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે  પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જીલ્લાના ગેસ જોડાણ  ઘરાવનાર ગ્રાહકોની સબસીડી છેલ્લા માસથી બંધ હોઈ તાત્કાલિક ગ્રાહકોના ખાતામાં નાખવા માટે માટે જીલ્લા પુરવઠા તંત્રને લેખિત આવેદન આપીને  રજુઆત કરવામા આવી છે.


પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ મીકી જોસેફની આગેવાની હેઠળ જીલ્લા પુરવઠા તંત્રને આપવામાં આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે કોરોનાની મહામારી અને લોકડાઉનને કારણે તમામ લોકોની હાલત કફોડી અને ચિંતાપ્રેરીત છે.આ સંજોગોમાં  સરકારે ગેસ જોડાણ ધરાવનાર ગ્રાહકોને રાહત આપવી જરુરી છે.પરંતુ દુઃખની વાત એ છે ખુબ જ કપરી પરિસ્થિતીમાં પણ સરકાર પ્રજા સાથે ઉભા  રહેવાને બદલે  તેના અધિકાર અને હકથી ગ્રાહકોને વંચિત રાખે છે.


youth congress gujarat, 25kalak , પંચમહાલ યૂથ કોંગ્રેસ, panchmahal youth congress


પંચમહાલ જીલ્લાની પ્રજાની લાગણી સહ વિનંતી કરીએ છે કે જીલ્લાના ગ્રાહકો જે ગેસ જોડાણ ધરાવે છે.તેમના ખાતામાં તેમની સબસીડી તાત્કાલિક જમાં કરી આર્થિક સહયોગ આપવામા આવે, કોરોના મહામારી,  લોકડાઉન અને ધંધારોજગાર સંદતર બંધ હોવાને કારણે ગેસ ગ્રાહકોની ઉપયોગી સબસીડી તાત્કાલિક આપવામા આવે તેવી અમારી માંગ અને રજુઆત છે. આવેદન આપવા માટે અન્ય કાર્યકરો પણ હાજર રહ્યા હતા.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments