રામમંદિર ટ્રસ્ટમાં અયોધ્યાના રાજા, હિન્દુ પક્ષના વકીલ રહેલા પરાશરન, એક શંકરાચાર્ય અને પેજાવર મઠના સ્વામી સામેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં રામ મંદિર ટ્રસ્ટ વિશે જાહેરાત કરી હતી. તેના 4 કલાક બાદ ટ્રસ્ટથી જોડાયેલા 15 સભ્યોની માહિતી સામે આવી છે. અયોધ્યા વિવાદમાં હિન્દુ પક્ષના મુખ્ય વકીલ રહેલા 92 વર્ષીય કે.પરાશરનને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. તેમના સિવાય એક શંકરાચાર્ય સહિત 5 ધર્મગુરુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં રામ મંદિર ટ્રસ્ટ વિશે જાહેરાત કરી હતી. તેના 4 કલાક બાદ ટ્રસ્ટથી જોડાયેલા 15 સભ્યોની માહિતી સામે આવી છે. અયોધ્યા વિવાદમાં હિન્દુ પક્ષના મુખ્ય વકીલ રહેલા 92 વર્ષીય કે.પરાશરનને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. તેમના સિવાય એક શંકરાચાર્ય સહિત 5 ધર્મગુરુઓને ટ્રસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. અયોધ્યાના પૂર્વ શાહી પરિવારના રાજા વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રા, અયોધ્યાના જ હોમિયોપેથી ડોક્ટર અનિલ મિશ્રા અને કલેક્ટરને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.
અગાઉ એવા અહેવાલો હતા કે ચાર શંકરાચાર્યોને આ ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવશે પરંતુ સરકારે ટ્રસ્ટમાં માત્ર પ્રયાગરાજના જ્યોતિષપીઠાધિશ્વર સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજને સામેલ કર્યા છે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ અખાડાના મહંત દિનેન્દ્ર દાસને ટ્રસ્ટની મીટિંગમાં વોટિંગનો અધિકાર અપાયો નથી...
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com