રાજકોટમાં AIIMS દ્વારા મેડિકલ કોલેજની શરૂ કરાઈ કવાયત
અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં હાલ એઈમ્સ હોસ્પિટલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન અહીં હોસ્પિટલ પહેલા મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી એઈમ્સની ટીમ રાજકોટ આવી હતી. તેમજ મેડિકલ કોલેજ શરૂ કરવા અંગેની કામગીરી કરી હોવાનું જાણવા મળે છે.
અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં હાલ એઈમ્સ હોસ્પિટલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન અહીં હોસ્પિટલ પહેલા મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી એઈમ્સની ટીમ રાજકોટ આવી હતી. તેમજ મેડિકલ કોલેજ શરૂ કરવા અંગેની કામગીરી કરી હોવાનું જાણવા મળે છે. એઇમ્સ મેડિકલ કોલેજનો આરંભ થયા બાદ મેડિકલના વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે.
દિલ્હી એઈમ્સના ડો.સંજીવ મિશ્રા અને તેમની ટીમ રાજકોટ આવી હતી. તેમજ
તેમણે સિવિલ
હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ મનિષ મહેતા અને મેડિકલ કોલેજના ડીન સાથે બેઠક કરી
હોવાનું જાણવા મળે છે. એઈમ્સ દ્વારા
રાજકોટમાં હોસ્પિટલ પહેલા મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. AIIMS
હોસ્પિટલ
હસ્તકની મેડિકલ કોલેજની 50 બેઠકની
એડમિશન પ્રક્રિયા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. મેડિકલ કોલેજ માટે
બિલ્ડીંગ ભાડે રાખવું કે સિવિલ હોસ્પિટલના સંકુલમાં જ શરૂ કરવી તે અંગે વિચારણા
ચાલી રહી છે. રાજકોટમાં એઈમ્સ શરૂ થયા બાદ સૌરાષ્ટ્રના દર્દીઓને સારવાર માટે
અમદાવાદ સુધી લાંબુ થવું નહીં પડે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com